ઉના : પરિવાર માતાના મરણની ઉતર ક્રિયામાં ગયો અને ઘરે તસ્કરો ત્રાટક્યા

0

ઉના તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને દિન પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે છેલ્લા પાંચ દિવસમાં બે સ્થળો ઉપર તસ્કરો દ્વારા ચોરીનો બનાવ બનતા લોકોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ ઉના તાલુકા અને શહેરી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે તેમજ ઠંડીની સાથે જ તસ્કરો જાણે પોલીસની ટાઢ ઉડાડવા મેદાને ઉતર્યા હોય તેવી ચોરીની ઘટનાઓ સામે આવે છે. તસ્કરોએ પણ રહેણાક મકાનોને નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે. જેમાં કોઈપણ જાતના પોલીસના ડર વગર છેલ્લા પાંચ દિવસોમાં બે ચોરીના બનાવો બન્યા છે. જેમાં સોની બજારમાં જવેલર્સ ની દુકાન ધરાવનાર અને વરસીંગપુર રોડ ઉપર આવેલ ગ્રીનપાર્ક સોસાયટીમા રહેતા ભરતભાઈ ગોરધનભાઈ ધાનક (સોની) તેમના માતાનું મરણ થયેલ હોય જેમની ઉત્તરક્રિયા માટે મોરડિયા ગામે ગયેલ હોય અને ઉના ઉત્તરક્રિયાનો સામાન ખરીદી કરી ઘરે આંટો મારવા જતા ઘરના દરવાજા અને બેડરૂમમાં રહેલ તેજુરીનાં તાળા તુટેલ જાેવા મળ્યા હતાં. જેમાં તસ્કરો દ્વારા ઘરમાંથી અંદાજિત ચાર તોલા સોનાના નાના મોટા દાગીના અને ૧૨ હજાર રૂપિયા જેટલી રોકડ રકમની ચોરી કરી નાસી છૂટયા હતાં. આમ ઉના શહેરમાં પાંચ દિવસમાં ચોરીનો બીજાે બનાવ બનતા સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અને પોલીસની કામગીરી સામે ઘોર બેદરકારી દેખાઈ રહી છે ત્યારે પોલીસ દ્વારા વધુ પેટ્રોલિંગ હાથ ધરી તસ્કરોને ઝડપી પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!