ભારતીય જનતા પાર્ટી જૂનાગઢનાં મિડીયા વિભાગ દ્વારા ખુલ્લા મનથી ચર્ચા અંતર્ગત મિડીયા સાથે બેઠક અને સંવાદનો કાર્યક્રમ યોજાયો

0

જૂનાગઢ શહેર ભાજપ દ્વારા આજે મનોરંજન સર્કીટ હાઉસ ખાતે મિડીયાના પ્રતિનિધિઓ સાથે ખુલ્લા મનથી ચર્ચાના ઉદેશ સાથે મિડીયા બેઠકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ અંગે વિશેષમાં મળતી વિગત અનુસાર  ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મિડીયા વિભાગના કન્વીનર યજ્ઞેશભાઈ દવેના માર્ગદર્શન હેઠળ દરેક જીલ્લા અને મહાનગરોમાં મિડીયા બેઠકના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે અને જેના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ પૂનીતભાઈ શર્માના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મિડીયા વિભાગના સંજયભાઈ પંડયા દ્વારા ખુલ્લા મનથી ચર્ચા કરવાના ઉદેશ  સાથે જૂનાગઢના મિડીયા પ્રતિનિધિઓ સાથે એક બેઠકનો કાર્યક્રમ આજે મનોરંજન સર્કીટ હાઉસ ખાતે યોજવામાં આવ્યો છે. ભારતી જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ પુનિતભાઈ શર્માની વિશેષ ઉપસ્થિતિ રહી છે તેમજ ગુજરાત પ્રદેશ મિડીયા વિભાગના સહપ્રવકતા કિશોરભાઈ મકવાણા અને હેમંતભાઈ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા છે અને પ્રિન્ટ મિડીયા અને ઈલેકટ્રોનીક મિડીયાના પ્રતિનિધિઓ, પત્રકારો સાથે સંવાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જૂનાગઢ શહેરના અખબારના તંત્રીશ્રીઓ, પ્રતિનિધિશ્રીઓ, રીપોર્ટર અને પ્રિન્ટ અને ઈલેકટ્રોનીક મિડીયાના પત્રકાર મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!