ખંભાળિયામાં સંત રોહિદાસની જન્મજયંતિની અનોખી ઉજવણી કરાઈ

0

જૂની લોક વાયકા મુજબ સંત રોહિદાસજીની ચામડા ધોવાની પોતાની કાથરોટમાં ગંગાજી પ્રગટીને કંગન આપ્યું હતું. તેના ઉપરથી જ કહેવત પડી છે “મન ચંગા તો કથરોટમેં ગંગા”. આવા સંત શિરોમણી શ્રી રોહિદાસની ૬૪૫મી જન્મજયંતિની ખંભાળિયા શહેર ભાજપના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ અનુ. મોરચા દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત સંતને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત મોટી સંખ્યામાં ઉપસ્થિત બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. સંત રોહિદાસજીના જીવન ચરિત્ર વિષે પ્રાસંગીક ઉદબોધન નગરપાલિકા સદસ્ય રેખાબેન ખેતીયા આપ્યું હતું. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, મહામંત્રી ઈન્દ્રજીતસિંહ પરમાર અને પીયૂષભાઈ કણજારીયા સાથે શહેર ભાજપ અનુ. મોરચા પ્રમુખ લખુભાઈ ચાવડા, મહામંત્રી પ્રવીણભાઈ જામજાેડ, જીજ્ઞેશભાઈ પરમાર, દિલીપભાઈ ઘઘડા, મનુભાઈ મોટાણી, ધીરૂભાઈ ટાકોદરા, મુકેશભાઈ કાનાણી, હસુભાઈ ધોળકિયા, હિમાચલ મકવાણા, ઇલાબેન ભટ્ટ, નિકુંજભાઈ વ્યાસ, ભવ્ય ગોકાણી, બાબુભાઈ ચાવડા, અજુભાઈ ગાગિયા, હરૂભાઈ બથવાર, ભીખુભા જેઠવા, શંકરભાઈ ગોર, મયૂર ધોરીયા, યુનુસ ચાકી, રાહુલ બેરડીયા, રાણાભાઈ ગઢવી, ડિગાભાઈ દેસાણી વિગેરે આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનમાં અનુ. મોરચાની ટીમએ નોંધપાત્ર જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!