પત્રકાર એકતા સંગઠનની બેઠક મળી, પ્રદેશ ભાજપ અધ્યક્ષને વિવિધ મુદ્દે રજુઆત

0

ગુજરાતનું એકમાત્ર ૨૮ જિલ્લાઓમાં તાલુકા સાથેની કારોબારી ધરાવતું એક માત્ર પત્રકાર એકતા સંગઠનનું ડેલિગેશન અગાઉ પત્રકારોનાં હિત માટે રજૂઆત કરેલ મુદ્દાની વિસ્તૃત ચર્ચા માટે વધુ ફરી એકવાર પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા અને પ્રદેશ પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં શાસક પક્ષનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસ સ્થાને બેઠક યોજાઈ હતી. ગત તારીખ ૨૫ જાન્યુઆરીનાં રોજ પત્રકાર એકતા સંગઠનનાં પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડીયા,  પ્રદેશ પ્રભારી ગૌરાંગભાઈ પંડ્યા, જુદા-જુદા જિલ્લાનાં પ્રતિનિધિ તેમજ પ્રદેશ અગ્રણીઓ દ્વારા પત્રકાર એકતા સંગઠનનાં બેનર હેઠળ ૧૪ જેટલા મુદ્દાઓ સી.આર. પાટીલ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તે સમયે પ્રાથમિક ચર્ચા કરી શક્ય તેટલા મુદ્દાઓ ઉકેલવા બાંહેધરી સી.આર. પાટીલ દ્વારા અપાઈ હતી. ત્યારે પત્રકાર એકતા સંગઠનને આ મુદ્દાઓની વિસ્તૃત ચર્ચા અંગે આમંત્રણ મળતાં પાછલી વખત જે હોદ્દેદારો પ્રતિનિધિ મંડળમાં જાેડાયા હતા. તે સિવાયનાં હોદ્દેદારોને સમાવી આ ખાસ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. ખુબ જ સકારાત્મક પ્રતિસાદ આપતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા મોટાભાગની માંગણીઓ સ્વીકારી અને કાયદાકીય તેમજ ખાતાકીય પ્રણાલી મારફત પત્રકારોના હિતમાં જે કંઈ સૂચન કે માર્ગદર્શન કરીને પત્રકારોને વધુમાં વધુ લાભ થશે તેવી ખાત્રી આપી હતી. મુખ્યત્વે પત્રકાર સુરક્ષા કાનૂન, પત્રકાર સુરક્ષા કવચ(વીમો), જાહેરાતનાં ભાવના દરમાં વધારો કરવો, એક્રિડીટેશનની સમય મર્યાદામાં વધારા જેવા ખાતાકીય કે કાયદાકીય સુધારો વધારો કરવા કટિબદ્ધતા દાખવી હતી. આગામી સમયમાં પત્રકાર એકતા સંગઠનનાં નેજા હેઠળ એક મહા અધિવેશનનું પણ આયોજન કરવામાં આવશે. જેમાં રાજકીય આગેવાનોની ઉપસ્થિત વિશેષમાં સરકાર દ્વારા પત્રકારોના હિતમાં સ્વીકૃત મુદ્દાઓ અને લાભની ગુજરાતભરના પત્રકારો સમક્ષ જાહેર મંચ ઉપરથી ઘોષણા કરવામાં આવશે. આ બેઠકમાં જુદા-જુદા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરવા ગાંધીનગરથી ગૌરાંગ પંડ્યા, અમદાવાદથી દિનેશભાઈ કલાલ, હસમુખભાઈ પટેલ, અરવલ્લીથી ભરતસિંહ રાઠોડ,  શૈલેષભાઈ પંડ્યા, જયદીપ ભાટિયા,  તેજેન્દ્રસિંહ રાઠોડ, સાબરકાંઠાથી કિરણભાઈ મલેશિયા, સંજયભાઈ દીક્ષિત,  ધીરૂભાઈ પરમાર, જીતેન્દ્રભાઈ ઉપાધ્યાય,  ભાવિનભાઈ પટેલ, બનાસકાંઠાથી અંબારામ રાવલ, હેમુભા વાઘેલા, જગદીશસિંહ પરમાર, પાટણથી કમલેશભાઈ પટેલ, નાનજીભાઈ ઠાકોર, ભાવનગરથી લાભુભાઈ કાત્રોડિયા, મિલનભાઈ કુવાડીયા,  આર.બી. રાઠોડ,  નીતીનભાઈ ઘેલાણી, હેતલ શાહ, જલદીપભાઈ ભટ્ટ, જૂનાગઢથી વિનોદભાઈ ચંદારાણા, રવિન્દ્ર કંસારા, મુકેશભાઈ સખીયા, બોટાદથી રાજુભાઈ શાહ, ધર્મેન્દ્રભાઈ લાઠીગરા, અમરેલીથી ભવદીપ ઠાકર, જયભાઈ શુક્લ, સુરેન્દ્રનગરથી નાજીમભાઈ ઢુંઢા, ભરૂચથી અતુલભાઈ મુલાણી, અતુલભાઈ પટેલ, સમીમબેન પટેલ, સલમાનભાઈ પટેલ સમીરભાઈ, સુરતથી હકીમભાઈ વાના, સતીષભાઈ કુંભાણી, રીટાસિંઘ રાજપૂત તેમજ વ્યારાથી જનકભાઈ દલાલ જાેડાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!