ભારતનાં બાર જ્યોર્તિલિંગ પૈકી સુપ્રસિધ્ધ પ્રથમ ભગવાન સોમનાથ મંદિર ટ્રસ્ટની ટ્રસ્ટી મંડળની ૧૨૧મી બેઠક ૧૧ માર્ચના રોજ ભારતના વડાપ્રધાન અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં અમદાવાદ ખાતે સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં મળશે. ૧૯ જાન્યુઆરી ૨૦૨૧થી સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક નવી દિલ્હી ભારતના વડાપ્રધાન નિવાસ સ્થાને યોજાયેલ હતી. વડાપ્રધાન સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ બન્યા પછી તેમના પ્રત્યક્ષ હાજરીવાળી આ મીટીંગ પ્રથમ બની રહેશે. સોમનાથ મંદિર ટ્રસ્ટના આઠ ટ્રસ્ટીઓનું આ બોર્ડ છે. જેમાં નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, ભારતના પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, રાજ્યના પૂર્વ મુખ્ય નિવૃત સચિવ પ્રવિણભાઇ લહેરી, હર્ષવર્ધન, જે.ડી.પરમાર જ્યારે ત્રણ ટ્રસ્ટીઓની જગ્યા ખાલી છે. આ મીટીંગ સોમનાથ દર્શનાર્થીઓને દર્શન કરવાના એન્ટ્રીગેટ સ્થળે દર્શનાર્થીઓને આઇકોન પ્રોજેકટ દરજ્જારૂપ પ્લાઝા પ્લાન, સોમનાથ મંદિર સંકુલમાં ચાલતા માતા પાર્વતી મંદિર અને દાતાના સહયોગથી નિર્માણ ચાલી રહેલ કલા મંદિર તથા મંદિરના મુળ શિખરને સુર્વણજડિત કરવા અને ભાલકા મંદિર સંકુલમાં આવેલ પ્રગટેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરનો જીર્ણોધ્ધાર, સોમનાથ આવતા રસ્તાઓનું સુશોભન-મંદિરના વિકાસ અંગેની માહિતી અને જાણકારી અધ્યક્ષને અપાય અને બહાલી મેળવી વિકાસ કૂચને વધુ વેગવંતી બનાવવા ર્નિણયો ઠરાવો કરાય તેવી સંભાવના છે. સોમનાથ ટ્રસ્ટી-સચિવ પ્રવિણભાઇ લહેરી આ અંગે તડામાર તૈયારી કરી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews