ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ(સાંજ) ખાતે યોજાયું કવયિત્રી સંમેલન

0

ગુજરાત આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજ(સાંજ), ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર તેમજ ‘જૂઈ-મેળો’ વિશ્વભારતી સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ૮ માર્ચ, ૨૦૨૨ના રોજ એક કવયિત્રી સંમેલનનું આયોજન કોલેજ કેમ્પસમાં આવેલ ગાંધી હોલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૧૫ જેટલી કવયિત્રીઓએ પોતાની કવિતાનું પઠન કર્યું હતું. કોલેજના આચાર્ય ડો. હિમ્મત ભાલોડિયાએ પ્રાસંગિક ઉદ્‌બોધનમાં નારીશક્તિને બિરદાવતાં કહ્યું કે, આજની નારી ખરા અર્થમાં આર્ત્મનિભર છે. નારીની આ સર્જનશક્તિને અભિવ્યક્ત કરવા માટે આ એક મંચ આપવાનો આ કાવ્યમય પ્રયાસ છે. કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ તેમજ વિશ્વભારતી સંસ્થાનના સ્થાપક કૌશલ ઉપાધ્યાય પણ હજાર રહ્યા હતા. આ સંમેલનમાં નારીશક્તિને બિરદાવતી અને અભિવ્યક્ત કરતી કવિતાઓ ગીત, ગઝલ, અછાંદસ સ્વરૂપે આ કવયિત્રીઓએ રજૂ કરી હતી. કાર્યક્રમ સંયોજક ડો. નિયતિ અંતાણી દ્વારા આ કવયિત્રી સંમેલનનું સંચાલન કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!