જૂનાગઢ શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે દિકરીનું સન્માન કરાયું

0

 

મહિલા અને બાળ વિભાગ વિકાસ દ્વારા જૂનાગઢ નારી શકિત દિવસ ઉપર જુદા જુદા ક્ષેત્રોમાં સિધ્ધી હાંસલ કરનાર સ્ત્રી શકિતનું બહુમાન કરવામાં આવ્યું હતું. જેમાં નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સ્લોગન રાઈટીંગ સ્પર્ધામાં ગર્વ. ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થીનીઓએ આ શાળામાં જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય, આચાર્ય લક્ષ્મણભાઈ એમ. કરમટા, મનીષાબેન હિંગળાજીયા તથા તેમની પ્રેરણાથી પ્રેરાઈને
ડો. કોકીલાબેન ઉઘાડનાં માર્ગદર્શન હેઠળ સ્લોગન રાઈટીંગમાં ખુબ જ ઉમદા પર્ફોમન્સ કર્યુ હતું. તે બદલ શિલ્ડ તથા શાલ દ્વારા શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે દિકરીનું સન્માન કરવામાં આવ્યું હતું. તે બદલ શાળાનાં આચાર્ય કરમટા તથા સમગ્ર શાળા પરીવાર વતી દિકરીઓને અભિનંદન સાથે ભવિષ્યમાં ઉત્તમોત્તમ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામના પાઠવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!