દેવભૂમિ દ્વારકામાં ભાજપ કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો

0

તાજેતરમાં યોજાયેલ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ઉત્તરપ્રદેશ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં ભાજપનો વિજય થયો છે. ભાજપના વિજયની ઉજવણી ગુજરાતભરમાં કરવામાં આવી રહી છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ ભાજપ દ્વારા ચાર રાજ્યોમાં ભાજપના વિજય ઉજવાયો છે. દેવભૂમિ દ્વારકામાં હોળી પહેલા જ ઉજવણીનો માહોલ જાેવા મળ્યો છે. ભાજપને ઉત્તરપ્રદેશ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડ રાજ્યમાં જીત મળતા શહેર ભાજપ દ્વારા ઉજવણી કરાઈ છે. જેમાં દ્વારકાના તીન બત્તી ચોક ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી છે. ઉત્તરપ્રદેશમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતાં ભારતીય જનતા પાર્ટી અને ચૂંટાયેલા સભ્યો અને પાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી પણ આ વિજયોત્સવમાં સામેલ થયા છે. વધુમાં, સતત બીજી વખત ભાજપને પૂર્ણ બહુમતી મળતા ખંભાળિયા ભાજપ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી છે. આ તકે ભાજપ શહેર પ્રમુખ વિજય બુજડ, ભાજપ મહામંત્રી, વેપારીઓ અને મહિલાઓની પણ હાજરી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!