માંગરોળમાં શહેર તાલુકા ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવાયો

0

માંગરોળ ભાજપ શહેર અને તાલુકા ભાજપ પરિવાર દ્વારા ૪ ચાર રાજ્યોમાં ભારતીય જનતા પક્ષએ ભાજપ જીત મેળવતા તેની ખુશીમાં સેક્રેટરીએટ ખાતે આંબેડકરજીની પ્રતિમા પાસે ફટાકડા ફોડી તેમજ મિઠાઈ વહેંચી વિજયોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતીથી ચાર રાજ્યોમાં વિજય મેળવી સરકાર બનાવવા પ્રધાનમંત્રીના નેત્વમાં સૌનો સાથ સૌનો વિકાસ, સુ-શાસન, સુરક્ષા, આતંરરાષ્ટીય કુટનિતિ, સાથે લોક કલ્યાણના કાર્યોને રાજ્યોના મતદારોએ આપેલા ચુકાદાને વધાવવા માંગરોળ મુકામે સેક્રેટરી રોડ ડો. આંબેડકરજીની પ્રતિમા પાસે ફટાકડા ફોડી મિઠાઇ વહેંચી આગેવાનો દ્વારા ડો. આંબેડકરજીની પ્રતિમાને હાર પહેરાવી, નારાઓ લગાવી આ વિજ્યોત્સવ મનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમા ભાજપ રાષ્ટ્રીય અગ્રણી વેલજીભાઈ મસાણી, જીલ્લાના હોદ્દેદાર માલદેભાઈ ભાદરકા, શહેર પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, તાલુકા મહામંત્રી દાનાભાઈ ખાંભલા તેમજ યુવા મોરચાના હોદ્દેદારો તાલુકા પંચાયતના હોદ્દેદારો, સરપંચો, નગરપાલિકાના સભ્યો, ભાજપ શહેર તથા તાલુકાના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!