ઉત્તરપ્રદેશ સહિત ચાર રાજયોમાં ભાજપના ભવ્ય વિજયનો વેરાવળ-સોમનાથમાં ભાજપ પક્ષ દ્વારા ફટાકડા ફોડી મોઢા મીઠા કરાવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. જેમાં સાંસદ સહિત સંગઠનના હોદેદારો, કાર્યકરો અને ચુંટાયેલા લોકપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહીને ‘વંદે માતરમ… ભારત માતા કી જય…’ના નારાથી ટાવર ચોક વિસ્તાર ગુંજવી દીધો હતો. ગઈકાલે જાહેર થયેલા દેશના પાંચ રાજયોના ચુંટણી પરીણામમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં જુના રેકોર્ડ તોડી ઐતિહાસિક જીત મેળવેલ છે તો ગોવા અને મણીપુરમાં પણ ફરી સતા હાંસલ કરી સફળ થઇ ભવ્ય જીત મેળવી છે. જેને લઇ દેશભરમાં ભાજપ પક્ષના નેતા-કાર્યકરો જશ્ન મનાવી રહયા છે. તેવી રીતે ચાર રાજયોમાં ઐતિહાસીક જીત મેળવવા બદલ વેરાવળના ટાવરચોકમાં ગઈકાલે બપોરે સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરારની આગેવાનીમાં શહેર ભાજપ સંગઠનના હોદેદારો અને કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો. ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ટાવરચોકમાં ફટાકડા ફોડી આતશબાજી કરીને એકબીજાને મોઢા મીઠા કરાવી ઉત્સાહપુર્વક વિજયોત્સવ મનાવ્યો હતો. ભાજપના ભવ્ય વિજય અંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ જણાવેલ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ સહિતના ચારેય રાજયોમાં ભાજપની સરકારોએ કરેલ વિકાસના કાર્યો અને સુશાસનને જનતાએ આવકારી ઐતિહાસીક જીત આપી છે. જીત પાછળ લોકો હિતાર્થે અમલી બનાવેલ યોજનાનો તમામ લોકોને લાભ અપાવ્યો હોય જે પણ ભવ્ય જીતનું એક કારણ છે. આ વિજયોત્સવમાં ભાજપ શહેર પ્રમુખ દેવાભાઇ ધારેચા, મહામંત્રી ભરત ચોલેરા, ડો.સંજય પરમાર, ડો.વઘાસીયા, પાલીકા પ્રમુખ પીયુષભાઇ ફોફંડી, ચેરમેન બાદલ હુંબલ, અંકુર અઢીયા, કિશન જેઠવા, તાલુકા પ્રમુખ હરદાસભાઇ સોલંકી, ભીમભાઇ વાયલુ, દેવેન ઓઝા, જયેશ પંડયા, બિપીનભાઇ અઢીયા, ભુપત કોડીયાતર, રાકેશ દેવાણી, પ્રો.જે.એસ.વાળા સહિત યુવા અને મહિલા મોરચાના કાર્યકરો અને આગેવાનો મોટીસંખ્યામાં ઉત્સાહભરે હાજર રહી વિજયોત્સવ મનાવ્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews