માછીમારી માટે અપાતા વાર્ષિક ડીઝલ-કેરોસીનના કવોટા ડબલ કરવા અને સહાય વધારવા માંગણી કરાઇ

0

દરીયો ખેડવા માટે જરૂરી એવા ડીઝલ અને કેરોસીનનો માછીમારો માટેનો વાર્ષીક કવોટો ડબલ કરવા તથા સહાયની રકમ વધારવા સહિતના માછીમારોના જુદા જુદા પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા અર્થે અખીલ ભારતીય ફીશરમેન એસોસીએશનના પદાધિકારીઓનું એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સહીતના સંબંધિત વિભાગોના મંત્રીઓને રૂબરૂ મળી સવિસ્તાર રજુઆત કરી હતી. જે અંગે પ્રશ્નોનું કઇ રીતે વહેલીતકે નિરાકરણ લાવી શકાય તે બાબતે અદ્યયન કરી ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી અને વાવાઝોડા જેવી સતત આવતી કુદરતી આફતોના કારણે માછીમારી વ્યવસાય તેના સૌથી મુશ્કેલીના સમયમાંથી પસાર થઇ રહયો છે. ત્યારે માછીમારોને રાહત મળવાની સાથે માછીમારી વ્યવસાયમાં ફરી પ્રાણ ફુંકાવવાની સાથે ધમધમતો થાય તે હેતુસર માછીમારોની માંગણી અને પ્રશ્નોને લઇ અખીલ ભારતીય ફીશરમેન એસોસીએશનના હોદેદારોનું એક પ્રતિનિધિ મંડળ તાજેતરમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, નાણામંત્રી કનુભાઇ દેસાઇ તથા મત્સ્યોદ્યોગ મંત્રી જીતુભાઇ ચૌધરીની રૂબરૂ મળી બેઠક કરી હતી. જેમાં પ્રતિનિધિ મંડળના સભ્યોએ માછીમારોની માંગણી અને પડતર પ્રશ્નોની સવિસ્તાર રજુઆત કરી વહેલીતકે તેનો ઉકેલ લાવવા માંગણી કરી હતી. આ બેઠક અંગે ફીશરમેન એસોસીએશનના ગુજરાતનાં પ્રમુખ તુલસીભાઇ ગોહેલે જણાવેલ કે, છેલ્લા ઘણા વર્ષોથી નજીકના દરીયામાં મચ્છી ન મળતી હોવાથી માછીમારોને ફીશીંગ માટે દરીયામાં દુર દુર સુધી જવુ પડી રહયુ હોવાથી ખર્ચ વધી રહયો છે. ત્યારે વર્ષોથી માછીમારોને દરીયો ખેડવા માટે હાલ વાર્ષીક ૨૧ થી ૨૪ હજાર ડીઝલના જથ્થાનો કવોટો મળે છે. જે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી તેને વાર્ષીક ૪૨ થી ૪૫ હજાર કરવો જરૂરી છે. માછીમારોને પોતાની ફીશીંગ બોટો માટે સંપૂર્ણ સેલટેક્ષ ફ્રી ડીઝલ મળી તેવી વ્યવસ્થા અમલી બનાવવા, ઓ.એચ.એમ. ફાઇબર હોડીઓના વપરાશ માટે હાલ પ્રતિ માસ ૧૫૦ લીટર કેરોસીનનો કવોટા હોય જેમાં વધારો કરીને પ્રતિ માસ ૪૫૦ લીટર કરવો જાેઇએ. ઓ.બી.એમ. ફાઇબર હોડીઓનો ઉપયોગ માટેના કેરોસીન ઉપર લીટરદીઠ હાલમાં રૂા.૨૫ રાહત આપવામાં આવે છે તે વધારીને લીટરદીઠ રૂા.૫૦ની સહાય ચુકવવાની માંગણી કરી છે. આ ઉપરાંત બંદર અને માછીમારોના અનેક પ્રશ્નોની રજુઆત કરવામાં આવેલ છે. જાે કે, માછીમારોના તમામ પ્રશ્નોનો અભ્યાસ કરી મુખ્યમંત્રી, નાણામંત્રી, મત્સ્યોદ્યોગ મંત્રીએ વહેલી તકે નિરાકરણ લાવવાની ખાત્રી આપેલ હતી. આ પ્રતિનિધિ મંડળમાં અખીલ ભારતીય ફીશરમેન એસોસીએશનના પ્રમુખ વેલજીભાઈ મસાણીની આગેવાનીમાં જુદા-જુદા એસોસીએશનના મુકેશ પાંજરી, રમેશ ડાલકી, દામોદર ચામુડીયા સહીતના માછીમાર અગ્રણીઓ સાથે રહયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!