સુત્રાપાડાનાં પીપળવા ગામની સીમ વિસ્તારમાં શેરડીનાં ખેતરમાંથી બિનવારસી કોહવાયેલી લાશ મળી

0

સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ તા.૮/૩/૨૦૨૨ના રોજ સુત્રાપાડા તાલુકાના પીપળવા ગામની સિમ વિસ્તારમાં એક શેરડીના ખેતરમાં એક કોહવાયેલી લાશ હોવાની જાણ ખેતર માલિક દ્વારા સુત્રાપાડા પોલીસ સ્ટેશનન કરતા સુત્રાપાડા પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જાે મેળવી જામનગર ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ ગયેલ અને વધુ તપાસમાં જાણવા મળ્યું કે, આ લાશ આશરે ૫૦ થી ૫૫ વર્ષના વ્યક્તિની બિનવારસી છે અને લાશ કોહવાયેલી હાલતમાં હોવાના કારણે ઓળખ થયેલ નથી. સાથે પોલીસ દ્વારા જણાવ્યું કે, આ લાશના સગા સંબંધી જે કોઈ હોય તો તેઓએ સુત્રાપાડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!