જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે ફિલ્મી ઢબે કારને રોકી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચને મળેલ બાતમીનાં આધારે ફોર વ્હીલ કાર નં. જીજે-૧૧-એસ પ૬૦૧ને ગીરનાર દરવાજા પાસે રોકવાની કોશિષ કરતાં કાર ભગાવતાં પોલીસે પીછો કરી ભરડાવાવ ગેઈટથી ભવનાથ તરફ જતા રસ્તે સોસાયટી વિસ્તારમાં ઈલેકટ્રીક પોલ સાથે અથડાતાં ગાડી રોકાઈ ગઈ હતી. કારમાંથી જયદીપ ડાયાભાઈનાં કબ્જામાંથી વિવિધ વિદેશી દારૂની બોટલ નંગ-૭ર, બિયર ટીન નંગ-ર૪નો જથ્થો તથા કાર, મોબાઈલ મળી કુલ રૂા. ૧,૪૧,ર૦૦નો મુદામાલ જપ્ત કરી ભવનાથ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, યશપાલસિંહ જાડેજા, દિપકભાઈ બડવા, ભરતભાઈ ઓડેદરા વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!