દ્વારકા પાસેના દ્વાદશ નાગેશ્વર જ્યોર્તિલિંગ મંદિરના પૂજારી ઓનલાઈન ‘રમી’નો જુગાર રમતા અને ભક્તને ધર્મનું જ્ઞાન આપતો ઓડિયો વાયરલ થતા ટોક ઓફ સૌરાષ્ટ્ર બન્યો

0

સ્વ.ગુલશનકુમાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે જીર્ણોધાર પામેલા દ્વારકા નજીક આવેલ અને દ્વાદશ જ્યોતિલિંગ અને પૂજારી પરિવારના ઝગડા અંગે વિવાદાસ્પદ રહેલ નાગેશ્વર શિવજી મંદિરના પૂજારી અને કર્ણાટકના એક ભક્ત વચ્ચે મંદિરમાં હનુમાનજીની મૂર્તિને પ્રવેશ આપવા બાબતે વિવાદ થતા આ પ્રશ્ને ભક્તના કોઈ ભક્ત કર્ણાટકના રહીશ દ્વારા પૂજારી સાથે ટેલિફોનિક વાર્તાલાપ થયેલ જે ઓડિયો આજ વાયરલ થતાં તે ટોક ઓફ સૌરાષ્ટ્ર બનવા સાથે ધર્મની આડમાં મંદિરોમાં ચાલતા મનઘડત અને ઘરના નિયમોને ઉજાગર કિસ્સો બહાર આવેલ છે.
જુગાર રમતા પૂજારીએ ભક્તને ધર્મનું જ્ઞાન આપ્યું
જે અંગેની વિગત મુજબ કર્ણાટકનો બોડી બિલ્ડર અને “હનુમાનજી” તરીકે પ્રખ્યાત એક યુવક તેમના ગામથી ૨૫ કિલો વજનની હનુમાનજીની મૂર્તિ સ્વયં પોતાના માથા ઉપર રાખી ભારત પરિક્રમા ઉપર નીકળેલ છે અને તેમણે પોતાના ગામથી ત્રણ માસ પહેલા શરૂઆત કરી અને ઉતર ભારતના કેદારનાથ સુધીની પરિક્રમા કરી ત્યાંથી પરત ફરતા દ્વારકા પહોંચેલ અને ત્યાંથી નજીકના કઇંક કેટલાય ધાર્મિક-પૂજાના અધિકારો માટે હંમેશા વિવાદાસ્પદ રહેલ નાગેશ્વર શિવજી મંદિર ઉપર પહોંચેલ જ્યાં તેમની આ સુંદર પરિક્રમાનું સ્વાગત કરવાના બદલે હાજર રહેલ અને ઓનલાઈન “રમી” નામનો જુગાર રમતા પૂજારી દ્વારા ધર્મના સાચા ખોટા અર્થો બતાવી તેમના દ્વારા જે હનુમાનજીની મૂર્તિ સાથે લાવવામાં આવેલ તેને પ્રવેશ ન અપાતા આ હનુમાન ભક્ત દ્વારા આ અંગે વિનતિ કરતા વિવાદ ઉપસ્થિત થયેલ હતો. જેમાં ભક્ત દ્વારા મંદિર પરિસરમાં ઓનલાઈન “રમી” નામનો જુગાર રમતા પૂજારીનો વિડીયો ઉતારવામાં આવતા રોષે ભરાયેલા પૂજારી દ્વારા મંદિરમાં કોને પ્રવેશ આપવો અને ના આપવો અને તેના નિયમો અંગે વાદવિવાદ થતા આ પ્રશ્ને હનુમાન ભક્ત દ્વારા ફરિયાદ કરવાનું જણાવતા તેમને ધૂત્કારી પોતાના મોબાઈલ નંબર આપી જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરવાનું કહેવામાં આવતા ભક્ત અને અન્ય ભક્તોમાં રોષની લાગણી વ્યાપી ગયેલ હતી.
પૂજારી દ્વારા ભૂલનો સ્વીકાર કરવાના બદલે તું-તું-મેં-મેં ઉપર ઉતરી આવ્યા
ત્યારે તેમની આ પરિક્રમા માટે આવેલ તેના માર્ગદર્શક અને મોનીટરીંગ કરનાર કર્ણાટકના એક ઉચ્ચ અધિકારીને આ વિડીયો મોકલી તેમના સંબંધી અને આ ઘટનાની જાણ કરતા તેમના બેંગલોર સ્થિત અધિકારી દ્વારા પૂજારી સાથે ટેલિફોનિક સંપર્ક કરતાં પૂજારી દ્વારા શરૂઆતમાં “રમી” રમતા હોવાનો અને તે ઓનલાઈન હોવાનું જણાવી પોતાનો બચાવ કરવાનો પર્યતન કરવામાં આવેલ હતો. પરંતુ કાયદાનું જ્ઞાન ધરાવતા ઉચ્ચ અધિકારી દ્વારા આ ભક્તને મૂર્તિ સાથે પ્રવેશ ના આપવા અંગેના કારણો પૂછતા પૂજારી દ્વારા ધર્મના સાચા-ખોટા સિધ્ધાંતો જણાવવા લાગતા આ અધિકારી દ્વારા બંધારણના રચયિતા દ્વારા મંદિર પ્રવેશ ના અપાયેલ અધિકારનો ઉલ્લેખ કરી તેમના દ્વારા ખોટો ર્નિણય લેવામાં આવ્યાનું સમજાવવાનો પ્રયાસ કરતાં રોષે ભરાયેલ પૂજારી દ્વારા તું-તું-મેં-મેંની ભાષામાં વાર્તાલાપ ચાલુ કરતા અને મંદિરના પોતે માલિક હોય તેવી રીતે નિયમો હોવાનું જણાવતા અને પોતાનું નામ જણાવી જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરવાનું જણાવી આ ઉચ્ચ અધિકારીનું પણ અપમાન કરતા તેમના દ્વારા આ ઓડિયો વાયરલ કરવામાં આવતા આ ઘટના બહાર આવવા પામેલ છે. હકિકતમાં શાસ્ત્રોમાં શિવજીના જણાવાયેલ દ્વાદશ જ્યોતિલિગ અંગે શરૂઆતથી જ આ મંદિરની માન્યતા બાબતે દક્ષિણ ભારતના ભક્તો મહારાષ્ટ્રમાં આવેલ નાગેશ્વર જ્યોતિલિંગને માને છે અને તેને પ્રમાણભૂત માને છે અને તે કારણે અહીં મહારાષ્ટ્રના ભક્તોની સંખ્યા બહુ ઓછી રહે છે.
મંદિર પરિસર શોપિંગ સેન્ટર બન્યું છે ?!
જ્યારે દ્વારકા નજીકના આ નાગેશ્વર જ્યોતિલિંગ મંદિરને આજથી ૧૫ વર્ષ પહેલા સ્વ. ગુલશન કુમાર દ્વારા અન્ય જ્યોતિલિંગ મંદિરની માફક આ મંદિરનો પણ જીર્ણોધાર કરતા અને જગ વિખ્યાત ભગવાન શ્રી કૃષ્ણની રાજધાની દ્વારકા નજીક આવેલ અને જીર્ણોધાર પામેલ આ મંદિર ઉપર ભક્તોની ભીડ વધવા લાગતા આ મંદિરના પૂજારી પરિવાર વચ્ચે પૂજાના અધિકારો માટે વાદ-વિવાદ ઉપસ્થિત થતાં આ પ્રશ્ન હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણીમાં પેન્ડિંગ છે અને રાજ્ય સરકાર દ્વારા પણ એક સરકારી જાહેર ટ્રસ્ટ બનાવવામાં આવ્યા બાદ પણ મંદિરના પૂજારી દ્વારા આ મંદિર પરિસરમાં જ પૂજાના સામાનની બહુ મોટી દુકાનો પ્રસાદ અને પૂજાના સામાનના નામે મતલબ એક-બે નહીં પણ મંદિર પરિસરનો એક ભાગ આખો દુકાનોમાં ફેરવી મંદિર પરિસરને શોપિંગ સેન્ટરમાં ફેરવી નાખેલ છે અને તે સૌ કોઈ જાણે છે છતાં કેમ ચૂપ છે ? તે પ્રશ્ન છે. ત્યારે હવે આ અધિકારી દ્વારા આ પ્રશ્ને આગળની લડાઈ ચાલુ કરવામાં આવનાર હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી.
મંદિરોમાં પહેલા નિયમો પૂજારી પાળે પછી ભક્તો પાસે આશા રાખે…
ત્યારે પ્રશ્ન તે થાય છે કે, શું પૂજારીઓ દ્વારા ભગવાનના મંદિરમાં પ્રવેશ માટેના પોતાના નિયમોને અમલી બનાવવા અંગેના કોઈ બંધારણીય નિયમ છે કે નહીં ? હકિકતમાં ધર્મમાં નિયમોનું પાલન જરૂરી છે પણ તેનો અમલ પહેલા મંદિરના પૂજારી દ્વારા થવો જાેઈએ અને ત્યાર બાદ ભક્તો પાસે કરાવવો જાેઈએ તેને બદલે અહીં ઉલ્ટી ગંગા વહેતી હોય તેમ પૂજારી મંદિરમાં ઓનલાઈન જુગાર રમે અને ભક્તને ધર્મનું જ્ઞાન અને તેના નિયમોનો અમલ કરવાનું કહે અને ભક્તનો તિરસ્કાર કરે તે કેટલું વ્યાજબી કહેવાય ?
ધર્મને અંધશ્રધ્ધામાંથી મુક્ત કરાવો…
ત્યારે ટોક ઓફ સૌરાષ્ટ્ર બનેલ આ કિસ્સામાં હવે અન્ય ભક્તો અને સમાજ સેવકો ધર્મના ઓઠા હેઠળ ચાલતા મંદિરોના ગેર વહીવટના મુદ્દે મેદાનમાં આવે અને ધર્મને અંધશ્રદ્ધામાંથી મુક્ત કરાવે તેવી માંગણી પણ પ્રજામાં ઉઠવા પામ્યાનું બહાર આવેલ છે.
– સુરેશચંદ્ર એમ. ધોકાઈ

error: Content is protected !!