ખંભાળિયામાં ભરવાડ સમાજના વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ગઈકાલે રવિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભરવાડ સમાજ શિક્ષણ સમિતિના નેજા હેઠળ ધોરણ ૧૦ તથા ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકા સ્થિત મુળવાનાથની જગ્યાના મહંત બાલારામ બાપુ અને રેટા કાલાવડના મહંત સુખા ભગત સાથે ખંભાળિયા, ભાણવડ અને કલ્યાણપુરના ભરવાડ સમાજના આગેવાનો તથા જ્ઞાતિના ભાઈઓ-બહેનોની વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખંભાળિયા ખાતે આગામી સમયમાં નવનિર્મિત કુમાર છાત્રાલયના ભવન બાબતે એક મિટિંગ પણ યોજાઈ હતી. જેમાં ભરવાડ સમાજના વિદ્યાર્થીઓનું સંતો-મહંતો અને સમાજના આગેવાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન માટે ભરવાડ સમાજના આગેવાનો, કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!