સલાયાનો શખ્સ ગેરકાયદેસર ડીઝલના જથ્થા સાથે ઝડપાયો

0

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા હુશેન જુનસ તાલબ સંઘાર નામના ૩૦ વર્ષના મુસ્લિમ વાઘેર શખ્સ દ્વારા ડીઝલનો મોટો જથ્થો ચોરીછૂપીથી ઉતારી અને સલાયાના સફીઢોરા વિસ્તારમાં દરિયાકાંઠે રાખવામાં આવ્યો હોવાની બાતમી જિલ્લા એસ.ઓ.જી. સ્ટાફના રાજભા જાડેજા તથા કોન્સ્ટેબલ કરણકુમાર સોંદરવાને મળતા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફે આ સ્થળે કાર્યવાહી કરી, ઉપરોક્ત શખ્સે રૂપિયા ૭૩,૬૦૦ ની કિંમતનો ૮૦૦ લીટર ડીઝલનો જથ્થો આધાર પુરાવા ન હોવાથી ચોરી છુપીથી કે છળકપટથી મેળવ્યો હોવાનું બહાર આવતા પોલીસે ઉપરોક્ત ડીઝલનો જથ્થો હાલ શક પડતી મિલ્કત તરીકે કબજે લઈ, સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ કાર્યવાહી કરીને આરોપી હુશેન જૂનસ સંઘારની અટકાયત કરી હતી. આ સમગ્ર કામગીરી જિલ્લા એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. પી.સી. સીંગરખીયા, એ.એસ.આઈ. રાજેન્દ્રસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા તથા કરણકુમાર સોંદરવા દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!