જૂનાગઢમાં ઝરમરીયો વરસાદ : માણાવદરમાં અઢી અને માંગરોળમાં દોઢ ઈંચ વરસાદ

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં આજે સવારથી જ મેઘાવી માહોલ રહયો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમરીયો વરસાદ તો કયાંક કડાકા ભડાકા સાથે વરસાદ પડયાનાં અહેવાલો છે. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સવારનાં ૬ થી ૧ર દરમ્યાન બે-બે મીમી, કેશોદ પંથકમાં પાંચ મીમી, વંથલીમાં ર૧ મીમી અને સૌથી વધારે માણાવદરમાં ૬૮ મીમી અને માંગરોળમાં ૩ર મીમી અને મેંદરડામાં ૧૮ મીમી વરસાદ પડયાનાં અહેવાલ છે.

error: Content is protected !!