માંગરોળ : લાલબાગ વિસ્તારમાં વિજળી પડતા મકાનની દિવાલો તૂટી, બે યુવાનોને હોસ્પીટલ ખસેડાયા

0

માંગરોળમાં આજ વહેલી સવારથી વરસાદે ધમાકેદાર પ્રારંભ કર્યો છે. વિજળીના ભયાવહ ચમકારા અને કડાકા સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. સવારથી અત્યાર સુધીમાં ૩૧મીમી દોઢ ઈંચ વરસાદ પડ્યો છે. માંગરોળના લાલબાગ વિસ્તારમાં એક મકાન ઉપર વિજળી પડતા મકાનની દિવાલો તૂટી પડી હતી. મકાનનું વાયરીંગ બળીને ખાખ થઇ ગયું છે. સીડી રૂમ ઉપર વરસાદના પાણીને અટકાવવા પડદો બાંધી રહેલા બે ભાઈઓ પણ વિજળીની ઝપટમાં આવી જતા બેભાન થઈ ગયા હતા. મોહમ્મદહૂસેન સુલેમાન બેરાના બંને દિકરા ઉવેશ અને અલફેશને બેભાન હાલતમાં સારવાર માટે શિફા હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ અને હાલ બંનેની હાલત સારી છે.

error: Content is protected !!