ભારતના ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી અંગેનો કાર્યક્રમ જાહેર

0

આગામી તા.૧૮ જુલાઈના રોજ ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ ભરવા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અધિનિયમ, ૧૯૫૨ની કલમ-૪ની પેટા કલમ (૧) હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી, ૨૦૨૨ માટેના ચૂંટણી અધિકારીશ્રી ઉત્પલ કુમાર સિંહ દ્વારા નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારી કરનાર અથવા તેમના નામની દરખાસ્ત મૂકનાર કે ટેકો આપનારામાંથી કોઈપણ એક વ્યક્તિએ તેમનું ઉમેદવારી પત્ર જાહેર રજાના દિવસો સિવાય તા.૧૯મી જુલાઈ, ૨૦૨૨ પહેલા સવારના ૧૧ વાગ્યાથી બપોરના ૩ વાગ્યાના સમયગાળા દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી, ૨૦૨૨ માટેના ચૂંટણી અધિકારી ઉત્પલ કુમાર સિંહને રૂમ નં.૧૮, ભોંયતળિયું, સંસદ ભવન, નવી દિલ્હી ખાતે જમા કરાવવાનું રહેશે. તેમની અનુપસ્થિતિમાં લોકસભા સચિવાલયના સંયુક્ત સચિવ અને મદદનીશ ચૂંટણી અધિકારી પી.સી. ત્રિપાઠી અથવા નિર્દેશક રાજૂ શ્રીવાસ્તવને ઉમેદવારી પત્ર આપી શકાશે. ઉક્ત કચેરીમાંથી ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના ઉમેદવારી પત્ર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉમેદવાર જે સંસદીય મતદાર વિભાગમાં મતદાર તરીકે નોંધાયેલા હોય તેની મતદારયાદીમાં ઉમેદવારને લગતી નોંધની પ્રમાણીત નકલ ઉમેદવારી પત્ર સાથે જમા કરાવવાની રહેશે તથા દરેક ઉમેદવારે રૂા.૧૫,૦૦૦/-ની અનામત મુકવાની કે મુકાવવાની રહેશે. અનામતની રકમ ઉમેદવારી પત્ર રજૂ કરવા સમયે ચૂંટણી અધિકારી પાસે રોકડ સ્વરૂપે મુકી શકશે. અથવા ભારતીય રિઝર્વ બેંક કે સરકારી તિજાેરીમાં અગાઉથી અનામત તરીકે મુકી તેની રસીદ ઉમેદવારી પત્ર સાથે જાેડવાની રહેશે. ત્યારબાદ તા.૨૦મી જુલાઈ, ૨૦૨૨ના રોજ સવારે ૧૧ વાગ્યે સંસદ ભવનના પહેલા માળે રૂમ નં.૬૨માં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અધિનિયમ, ૧૯૫૨ની કલમ-૫(ખ)ની પેટા કલમ (૪) હેઠળ નામંજૂર થયા હોય તે સિવાયના ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાંથી ઉમેદવારી પત્ર પાછું ખેંચવા અંગેની નોટીસ ચૂંટણી અધિકારી ઉત્પલ કુમાર સિંહને તા.૨૨મી જુલાઈ, ૨૦૨૨ના રોજ બપોરના ૩ વાગ્યા પહેલા આપવાની રહેશે. આ નોટીસ ઉમેદવાર ઉપરાંત ઉમેદવારે અધિકૃત કરેલા તેમની ઉમેદવારીની દરખાસ્ત મુકનાર કે ટેકો આપનાર પણ આપી શકશે. ત્યારબાદ તા.૬ ઓગસ્ટ, ૨૦૨૨ને શનિવારના રોજ સવારના ૧૦ વાગ્યાથી સાંજના ૦૫ વાગ્યા દરમ્યાન નિયમાનુસાર નિયત કરવામાં આવેલ મતદાન સ્થળોએ મતદાન યોજાશે.

error: Content is protected !!