ખંભાળિયાના વડત્રામાં વિકાસ યાત્રા રથનું ભવ્ય સ્વાગત રૂા.૫૯.૫૧ લાખના ખર્ચે નવા કામોની જાહેરાત

0

ખંભાળિયા તાલુકાના વડત્રા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથનું આગમન થયું હતું. ગ્રામજનોએ પરંપરા મુજબ કુમ કુમ તિલક કરી રથને આવકાર્યો હતો. આ પ્રસંગે ગામમાં રૂા.૫૧.૬૭ લાખના ખર્ચે તૈયાર થયેલા વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે રૂા.૨૩.૬૮ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવનાર વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અહીં આગામી સમયમાં રૂા.૫૯.૫૧ લાખના ખર્ચે કરવામાં આવનાર વિકાસના વિવિધ કામોની જાહેરાત પણ કરવામાં આવી હતી. છેલ્લા બે દાયકાની વિકાસ ગાથા દર્શાવતી ફિલ્મ લોકોએ નિહાળી હતી. વિવિધ યોજનાના લાભાર્થીઓને સ્થળ ઉપર જ યોજનાકીય લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત હાલમાં જ શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભાર્થી બહેનોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શાળામાં યોજવામાં આવેલી નિબંધ અને ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. કોરોના રસિકરણની સુંદર કામગીરી માટે ગામના સરપંચ અને આરોગ્ય વિભાગની ટીમને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગામના સરપંચ, ઉપ સરપંચ, માજી સરપંચ, જિલ્લા શૈષિક સંઘના અધ્યક્ષ, તાલુકા વિકાસ અધિકારી, સી.આર.સી. વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!