જૂનાગઢ લોહાણા મહાજન દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

0

જૂનાગઢ શ્રી લોહાણા મહાજન દ્વારા સતત છેલ્લા ર૭ વર્ષથી પ્રમુખ અને પુર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂના અધ્યક્ષ સ્થાને શૈક્ષણિક ક્ષેત્રે ઝળહળતી સિધ્ધી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો સિલસિલો જાળવી રાખવામાં આવેલ છે. આ વર્ષે પણ તા.ર૪-૭-ર૦રરને રવિવારના રોજ સવારે ૯ઃ૩૦ થી ૧૩.૦૦ કલાક દરમ્યાન જૂનાગઢ લોહાણા સમાજના તારલાઓને બિરદાવવા માટે યોજાયેલ સરસ્વતી સન્માન સમારોહ-૨૦૨૨ યોજવામાં આવ્યો હતો. જેમાં ચાલુ વર્ષ દરમ્યાન લેવાયેલ વિવિધ પરીક્ષાઓમાં ઉચ્ચ ગુણો પ્રાપ્ત કરનાર ધોરણ-૧ થી પી.એચ.ડી. સુધીના ૩૬૪ વિદ્યાર્થીઓને પ્રતિભા સન્માનપત્ર એનાયત કરવામાં આવેલ હતા અને ઇનામોથી સન્માનિત કરવામાં આવેલ હતા. આ સન્માન સમારોહ પ્રસંગે નેશનલ કો.ઓપ. એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંકસ ફેડરેશનના ચેરમેન તરીકે નિયુક્તિ પામેલ ગુજરાત રાજ્યના સૌપ્રથમ અને લોહાણા જ્ઞાતિરત્ન ડોલરભાઈ કોટેચાનું રઘુવંશી જ્ઞાતિ અગ્રણીઓની હાજરીમાં વિશિષ્ટ સન્માનરૂપે શ્રી લોહાણા મહાજન દ્વારા સાફો પહેરાવી, શાલ, હાર, બુકે તથા મોમેન્ટો આપી ભવ્યાતિભવ્ય રીતે સન્માનિત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, કેળવણીકાર અને શિક્ષણવિદ પ્રદીપભાઈ ખીમાણી, પ્રો. પી.બી. ઉનડકટ, મહાજન ઉપપ્રમુખ અશ્વિન મણીયાર, મહાજન ઉપપ્રમુખ રાજુ ભોજાણી, મહામંત્રી નંદલાલભાઈ ચોલેરા, જયેન્દ્રભાઈ તન્ના, મોવડી જયેન્દ્રભાઈ જાેબનપુત્રા, પોલીસ સબ-ઈન્સ્પેકટર પ્રતિકભાઈ મશરૂ, રાજુભાઈ જાેબનપુત્રા, મંત્રીઓ દીપક રૂપારેલીયા, રમેશ પરપડા, બ્રિજેશ પટેલીયા, સહમંત્રીઓ નીતિન તન્ના, નવીનભાઈ ઠકરાર, સુરેશ દત્તા, પ્રોજેક્ટ ચેરમન વિજય ખખ્ખર, કો-પ્રોજેક્ટ ચેરમન ડો. સંજય ચોલેરા, મહાપરીષદના પદાધિકારી કૃષ્ણકાંત રૂપારેલીયા, શૈલેશ પારેખ, અજય જાેબનપુત્રા, જયકિશન દેવાણી, શૈલેશ રૂપારેલીયા, પુજાબેન કારીયા, પ્રતિભાબેન નાગ્રેચા, પ્રીતીબેન સાંગાણી, પ્રો. બંસીબેન દેવાણી, કેતન ચોલેરા, પંકજ ભટેચા, રાકેશ કારીયા તેમજ જ્ઞાતિઅગ્રણીઓ મુકેશભાઈ ચંદારાણા, યતીન કારીયા, સુરેશભાઈ ચાગલાણી, મનહરભાઈ સોઢા, શરૂઆત દૈનિકના તંત્રી અલ્પાબેન ઉનડકટ, વિપુલ ભોજાણી, રસીલાબેન સોઢા, સરલાબેન સોઢા, મીનાબેન પરપડા, કવિતાબેન કારીયા વિગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. આ પ્રસંગે પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂએ તેમના ઉદબોધનમાં શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ અભ્યાસકર્મોમાં ખુબ જ મહેનત કરીને ઉતરોતર પ્રગતી કરવા અપીલ કરી હતી અને ઉપસ્થિત સર્વેને પ્રોત્સાહિત કરેલ તથા કાર્યક્રમના વિશિષ્ટ સિદ્ધિ માટે સન્માનિત જ્ઞાતિરત્ન ડોલરભાઈ કોટેચા જેમ સહકારી બેંન્કિંગ ક્ષેત્રમાં ઉતરોતર પ્રગતી કરીને રાષ્ટ્રીય કક્ષાએ જ્ઞાતિનું નામ રોશન કરવા ઉપદેશ લેવા માટે જણાવેલ હતું. ઉપસ્થિત દિગ્ગજાે ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, કેળવણીકાર પ્રદીપભાઈ ખીમાણી, પ્રો. પી.બી. ઉનડકટ વિગેરે દ્વારા પણ ડોલરભાઈ કોટેચાનું સન્માન કરવામાં આવેલ હતું. મહેન્દ્રભાઈ મશરૂ દ્વારા લોહાણા સમાજના ભૂતકાળમાં સન્માનિત વિદ્યાર્થીઓ દ્વારા આ કાર્યક્રમ માટે આપેલ આર્થિક સહયોગ બદલ ધન્યવાદ આપેલ તેમજ ઉપસ્થિત સર્વે વિદ્યાર્થીઓને આ પ્રેરણાદાયી નવા અભિગમને અપનાવવા અનુરોધ પણ કરવામાં આવેલ હતો. ઉપસ્થિત મહાનુભાવોમાંથી ગીરીશભાઈ કોટેચા, પ્રદીપભાઈ ખીમાણી, પી.એસ.આઈ. પ્રતિકભાઈ મશરૂએ પ્રાસંગિક ઉદબોધન કરેલ હતું. નવનિયુક્ત નેશનલ કો.ઓપ. એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંકસ ફેડરેશનના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ તેમના સન્માન બદલ મહાજન પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ તેમજ સમગ્ર લોહાણા સમાજનો આભાર માનેલ હતો. તેમજ ઉપસ્થિત તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે ઉજવળ કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટ તેમજ અન્ય ક્ષેત્રે ઉતીર્ણ થનાર રઘુવંશી વિદ્યાર્થીઓને તેમના ભાવી ઘડતર માટે તેઓ તેમનાથી બનતા પ્રયત્ન અને મદદ કરશે એવી જાહેરાત કરીને ઉપસ્થિત સર્વે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને રોમાંચિત કરેલ હતા. આ વર્ષે યોજાયેલ સરસ્વતી સન્માન સમારોહ-૨૦૨૨ની ખાસ વિશિષ્ટતામાં સંપૂર્ણ રજીસ્ટ્રેશન ડિજીટલ યુગમાં તાલ મેળવતા ગુગલ ફોર્મ દ્વારા ઓનલાઈન મોડ ઉપર પેપર લેસ ઇકો ફ્રેન્ડલી રીતે સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ તેમજ આ કાર્યક્રમનો સંપૂર્ણ ખર્ચ શ્રી લોહાણા મહાજન દ્વારા ભૂતકાળમાં સન્માનિત કરવામાં આવેલ વિદ્યાર્થીઓ જેમાં તન્ના એકોઉન્ટના ઓનર જયેન્દ્રભાઈ તન્ના, જયકિશન દેવાણી, પ્રો. બંસી દેવાણી, ડો. હિમજા ચોલેરા, રૂચા ખખ્ખર, મુસ્કાન સાગલાણી, ગૌરવ રૂપારેલીયા, ખ્યાતીબેન ભૂપતા, ભક્તિ પરપડા, ભાવિન પારેખ, પૂર્વેશ પાવાગઢી, યોગિત પલાણ, વિરલ સોમૈયા તેમજ મહાજન સભ્યઓ શૈલેશભાઈ રૂપારેલીયા, અજયભાઈ જાેબનપુત્રા તેમજ મુકેશભાઈ ચંદારાણા વિગેરેના આર્થિક સહયોગથી યોજવામાં આવેલ હતું. તદઉપરાંત રાજાણી ચાના ઓનર ભરતભાઈ રાજાણી, સંજય સુબા, મીતાબેન સૂચક, હરસુખભાઈ બોરીયા, ભાવિન કારીયા તેમજ અલ્પાહારનો સંપૂર્ણ ખર્ચ અગ્રણી બિલ્ડર હિરેન કારિયા અને મંડપ સર્વિસનો ખર્ચ ભાગ્યોદય મંડપ સર્વિસના ઓનર અનુપભાઈ પોપટ દ્વારા આપવામાં આવેલ હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેરમેન વિજયભાઈ ખખ્ખર, કો-પ્રોજેક્ટ ચેરમેન ડો. સંજય ચોલેરા, પ્રો. બંસીબેન દેવાણી, આચાર્યા પ્રતિભાબેન નાગ્રેચા, મહામંત્રી નંદલાલ ચોલેરા, મહાજન સભ્ય નીતિન તન્ના, મનિષ સાગલાણી, વિનોદરાય શિંગાળા, આચાર્ય પૂર્વેશ પાવાગઢી, ડો. ખ્યાતીબેન ભૂપતા વિગેરેએ ભારે જહેમત ઉઠાવેલ હોવાની વિગત લોહાણા મહાજનના મહામંત્રી નંદલાલ ચોલેરા દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

error: Content is protected !!