કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે આવેલ પ્રાચીન શિવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે જુદા જુદા શણગારો જલાભિષેક ૐ નમઃ શિવાય મંત્રોચ્ચાર સાથે ભાવ પુર્વક ભોળાનાથી પુજા, અર્ચના, આરતી કરવામાં આવે છે. શિવ મંદિરના પુજારી કલ્પેશ બાપુ દ્વારા શિવ મંદિરે નિયમીત પુજા અર્ચના આરતી કરવામાં આવે છે. શ્રાવણ મહીનામાં દરરોજ વિવિધ શણગારો કરવામા આવે છે. ભોળાનાથને ૐ નમઃ શિવાય મંત્રોચ્ચાર સાથે બિલીપત્ર જળાભિષેક કરવામાં આવે છે. હાલમાં પવિત્ર શ્રાવણ માસ નિમિતે શિવ મંદિરે એકાવન દિપમાળાના શણગાર સાથે શિવ મંદિરે ભોળાનાથને વિવિધ ફુલો સાથે લીંબડાના પાન, આસોપાલવ, બિલીપત્રથી શણગારવા આવેલ તેમજ સંધ્યા મહા આરતીના દર્શન યોજાયા હતા જેનો શિવ ભક્તોએ લાભ લીધો હતો. શ્રાવણ માસમાં વિવિધ શણગારો સાથે ભોળાનાથના ભક્તિભાવ સાથે પુજા-અર્ચના કરવામાં આવે છે.