Friday, October 7

લમ્પીગ્રસ્ત ગૌ માતા માટે ગૌરક્ષક સેવા સમિતિ જામકંડોરણા દ્વારા લાડુ બનાવાયા

0

ગૌરક્ષક સેવા સમિતિ જામકંડોરણાના સભ્ય દ્વારા લમ્પીગ્રસ્ત ગૌ માતા માટે પ.પૂ.સંતશ્રી લાલબાપુએ આપેલ સુચના મુજબ આયુર્વેદીક લાડુ બનાવવામાં આવ્યા હતા અને જામકંડોરણામાં તેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સેવામાં હાજર રહેલા તમામ સેવાભાવી ગૌ સેવકોનો આભાર માનવામાં આવ્યો હતો. વધુમાં આ આયુર્વેદીક લાડુ કોઈપણ પોતાની ઘરે ગૌ માતા લમ્પી ગ્રસ્ત હોય અને રોગ ગ્રસ્ત હોય તો તેના માટે પણ આપવામાં આવશે. જેને આ દવા જાેઈતી હોય તેવો ગૌ સેવા સમિતિના સભ્યોનો સંપર્ક કરવા ગૌરક્ષક સેવા સમિતિ ટ્રસ્ટ જામકંડોરણાના પ્રમુખ ક્રિપાલસિંહ એસ. જાડેજા (પીપરડી) દ્વારા એક યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!