શ્રી દ્વારકાધીશ મંદિરની ઓફિસીયલ યુટ્યુબ ચેનલ ઉપર ૧ લાખથી વધુ સબસ્ક્રાઇબર થતા યુટ્યુબ દ્વારા સીલ્વર બટન મંદિર ટ્રસ્ટને આપવામાં આવ્યું છે. ઓફિસીયલ ચેનલનું સંચાલન મંદિર ટ્રસ્ટની વહીવટદાર કચેરી દ્વારા કરવામાં આવે છે. સીલ્વર બટન પુજારી દ્વારા દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરાયું હતું.