માણાવદરના ખડીયા ગામેથી પસાર થતો પાંચ ગામોને જાેડતો ૩૩ ફુટનો જુનો રાજમાર્ગ ખુલ્લો કરાવવામાં કચેરીઓ કામગીરીની એક બીજાને ‘ખો’ આપી રહ્યા છે

0

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ખડીયા ગામેથી પસાર થતો ૩૩ ફુટનો જુનો રાજમાર્ગ જે ખડીયાથી ડુંગરી છત્રાસા સહિતના ગામોને જાેડતો જુનો રાજમાર્ગ છે. જેમાં મોટાભાગના ખેડૂતોએ સ્વયંભુ રસ્તો ખુલ્લો કરેલ હોય, જેમાનાં ત્રણ જેટલા ખેડૂતોએ રાજકીય વગના જાેરે વિવાદ કરતા જુના રાજમાર્ગનું કામ બંધ હોય જે બાબતે ચંદુ લખમણ સેરઠીયાએ કલેકટરને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું છે કે, ગુજરાત સરકાર મહેસુલ વિભાગ દ્વારા જારી કરાયેલ પરીપત્ર ક્રમાંક દબાણ ૧૦૨૦૧૦/૧૦૧૬/લ, સચિવાલય, ગાંધીનગર તા.૧૬-૭-૨૦૨૨ પરત્વે જાહેર રસ્તામાં કરાયેલ દબાણ ખુલ્લું કરવા બે વર્ષથી સામુહીક લેખીત ફરીયાદના પડતર પ્રશ્ને એકબીજી સંદર્ભની ર્દિષ્ટ કચેરીઓ રાજકીય કારણોસર મલીન બદઈરાદે દબાણકર્તા ઈસમોને છાવરી કામની ‘ખો’ આપી રહ્યા છે. પરીપત્ર મુજબ કામગીરી નીભાવવામાં નિષ્ફળ રહેલ જવાબદાર અધિકારીઓ સામે શિસ્ત વિષયક પગલા લઈ દબાણ દૂર કરવા તેમજ વિશેષ આર.સી.પી.એસ. એકટ ૨૦૧૩ના પ્રકરણ-૯ના પેરા ૨૩ હેઠળ સેવાકીય કામગીરી આજદીન સુધી નહી કરવા સામે દંડનીય ખાતાકીય કાર્યવાહી કરી, આ સામુહીક લેખીત ફરીયાદ અરજીનો પ્રત્યુતર આપવા તેમજ તાલુકા સ્વાગત તથા જિલ્લા સ્વાગતમાં અરજીઓની રીમાઈન્ડરો કરેલ અંગે કયારે સાંભળવામાં આવશે તેનો સ્પષ્ટતા સહ પત્યુત્તર આપવા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. સરકારી જમીનની જાળવણી કરવા તેમજ તેના ઉપર થતું અનિકૃત દબાણ અટકાવવા ગુજરાત સરકાર અવાર નવાર પરીપત્રો જારી કરીને વારંવાર સુચનાઓ આપે છે. તેની ઐસી તૈસી કરતા અને બદઈરાદે દબાણ કર્તા ઈસમોને યેનકેન પ્રકારે બાનાબાજી કરી છાવરતા જવાબદાર અધિકારીઓ સેવાકીય કામગીરીમાં દખલગીરી કરી ઉક્ત વિષયે જણાવેલ પરીપત્ર તથા સંદર્ભીત પુરાવા લીસ્ટ અન્વયે કામગીરી નિભાવવામાં નિષ્ફળ રહેલ મહેસુલી કર્મચારી/અધિકારીઓ સામે જવાબદારી નકકી કરી શિસ્ત વિષયક પગલા લઈ તેમજ વિશેષમાં આર.સી.પી.એસ. એકટ-૨૦૧૩ના પ્રકરણ-૭ના પેરા ૨૩ હેઠળ સેવાકીય કામગીરી આજદીન સુધી બદઈરાદે નહી કરતા જવાબદાર મહેસુલ કર્મચારી/અધિકારીઓ સામે દંડનીય ખાતાકીય કાર્યવાહી કરી જાહેર હીતની સામુહિક લેખીત ફરીયાદ અરજીને તાત્કાલિક કાયમી નીરાકરણ કરી પ્રત્યુત્તર આપવાની માંગ સાથે ચંદુલાલ લખમણ સેરઠીયાએ તથા સામાજીક કાર્યકર ગોરધન જે. વાછાણીએ રજુઆત કરી છે. ત્યારે રાજકીય વગ ધરાવતા ખેડૂતોને છાવરતું અને એક બીજાને ‘ખો’ આપતું તંત્ર રાજમાર્ગ ખુલ્લો કરાવશે કે કેમ તે જાેવાનું રહ્યું હાલ આ બાબતે તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે. માણાવદર વંથલી હાઈવે નરેડી નજીક શોર્ટ કર્ટ થતો ખડીયા ડુંગરી છત્રાસા સહિતના ગામોને જાેડતો રાજમાર્ગને દર વર્ષે ખેડૂતો સ્વયં પહોળો કરી લોકફાળાથી રીપેરીંગ કરે છે. લાંબો સમયથી રસ્તાના પ્રશ્ને ખેડૂતો વારંવાર રજૂઆત કરી રહ્યા છે છતાં પ્રશ્ન હલ થતો નથી. આગામી વિધાનસભાની ચૂંટણી આવવાની હોય, ચૂંટણી સમયે મત માટે પડાપડી કરતા રાજકીય બાબુઓ માટે રસ્તાનો પ્રશ્ન મુખ્ય મુદો બને તો નવાઈ નહી. લોકોના પ્રશ્નોને વાચા આપવી રાજકીય આગેવાનોની ફરજ છે. ત્યારે રાજકીય આગેવાનો આગળ આવી લોકોના પ્રશ્ન રસ્તાનો કાયમી ઉકેલ લાવવા આગળ આવશે કે ચૂંટણી સમયે માઠું પરિણામ ભોગવશે તે આવનારો સમય જ બતાવશે પણ હાલ રસ્તાના પ્રશ્ને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.

error: Content is protected !!