માંગરોળમાં પૌરાણિક શિતળા માતાના મંદિરે સાતમ નિમિત્તે ભક્તોની ભીડ ઉમટી

0

શ્રાવણ માસના પવિત્ર તહેવાર શિતળા સાતમના તહેવારને લઈ લાલજી મંદિર પાસે આવેલ પૌરાણિક શિતલા માતાજીના મંદિર ખાતે ભક્તોની જબરી ભીડ ઉમટી હતી અને અહી આજુબાજુમાં બીજા ૨ પૌરાણિક શંકર મંદિર આવેલા છે જ્યાં સાતમ નિમિત્તે મેળા જેવું વાતાવરણ હોય છે.
ખાસ કરીને શ્રાવણ માસના બે સાતમ આવે છે, જેમાં વદ સાતમનું મહત્વ વધારે હોય છે. હિન્દુ ધર્મના રીવાજ મુજબ આપણા બહેનો છઠ જે રાંધણછઠ કહે છે જેમાં બહેનો થેપલા, પુરી, મીઠાઈ, બનાવી માતાજીને ઠંડુ ધરવાનો રિવાજ છે. સાથે બાજરાની કુલેર, નાળીયેર ધરી નાના બાળકોને આ દિવસે માતાજીને પગે લગાડવાનો મહીમા છે. નિરોગી જીવન રહે તેવી પ્રાર્થના કરે છે, કોઈને માતાજી નિકળ્યા હોય તો શિતળા માતાજીને નમાવવા માતાજી પાસે આવે છે. ખાસ આ દિવસે ઘરમાં ચુલાની પુજા કરવામા આવે છે, ઠંડુ જમવાનો મહીમા છે, બહેનો ઉત્સાહ પૂર્વક તહેવાર માણે છે, આ જમાનામાં પણ ધર્મ પ્રત્યે શ્રધ્ધા પૂર્વક શિતળા સાતમ ઉજવે છે.

error: Content is protected !!