સરદાર સરોવર ડેમ ૧૩૫.૯૪ મીટરની સપાટીએ : કડાણા, ધરોઇ, ઉકાઇ અને દમણગંગા જળાશયોમાંથી ૫,૦૦૦ ક્યુસેકથી વધુ પાણીની જાવક : રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ ૯૮.૧૩ ટકા જેટલો વરસાદ થયો છે જ્યારે ગત વર્ષે આ સમયે રાજ્યમાં ૪૧.૬૩ ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાવર્ત્રિક વરસાદના પરિણામે કુલ ૮૬ લાખ હેક્ટર વિસ્તારની સામે ચાલુ સિઝનમાં ૮૦ લાખ હેક્ટર વિસ્તારમાં એટલે કે ૯૨ ટકાથી વધુ ખરીફ પાકનું વાવેતર થયું છે તેમ રાહત કમિશ્નર હર્ષદ પટેલે જણાવ્યું હતું. રાહત કમિશ્નર હર્ષદભાઇ પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-જીઈર્ંઝ્ર ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. રાહત કમિશ્નર પટેલે રાજ્યના જળાશયોની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઉપરવાસમાં ભારે વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૫.૯૪ મીટર સુધી પહોંચી છે એટલે કે ડેમમાં ૯૦.૯૩ ટકા પાણીનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત કડાણા, ધરોઇ, ઉકાઇ અને દમણગંગા જળાશયોમાંથી ૫,૦૦૦ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગના નિયામક મનોરમા મોહંતીએ વરસાદની વિગતો આપતાં કહ્યું હતું કે, આજે તા.૨૪ ઓગસ્ટના રોજ રાજયના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ ૫ડવાની સંભાવના છે. જ્યારે આગામી સપ્તાહમાં રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહિવત છે. આ બેઠકમાં રાહત નિયામક સી.સી. પટેલ ઉપરાંત દ્ગડ્ઢઇહ્લ, જીડ્ઢઇહ્લ, માર્ગ અને મકાન, આરોગ્ય, પંચાયત, ફિશરીઝ, કૃષિ- પશુપાલન, ફોરેસ્ટ, આર્મી, પોલીસ, સિંચાઇ, જીજીદ્ગદ્ગન્, ય્સ્મ્, ય્જીડ્ઢસ્છ સી.ડબલ્યુ.સી, ઇસરો, કોસ્ટ ગાર્ડ, બાયસેગ સહિતના અધિકારીઓએ હાજર રહી જરૂરી વિગતો આપી હતી.