ખરાબ રસ્તાને કારણે… જૂનાગઢનો મોતીબાગ વિસ્તાર બન્યો ‘ધુળીયો’ માર્ગ

0

જૂનાગઢનાં મોતીબાગ વિસ્તારનાં રસ્તાઓની ખુબ જ ખરાબ હાલત છે અને લોકો ધુળની ડમરીઓથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. આ વિસ્તારનાં વેપારીઓની દુકાનો તેમજ રહેવાશીઓનાં મકાનોમાં રસ્તાઓની ઉડતી ધુળ પ્રવેશી જાય છે અને લોકો ખુબ જ પરેશાન છે ત્યારે મોતીબાગ વિસ્તારમાં રહેતી માનસી નાગ્રેચા (માસ્ટર ઓફ જર્નાલીઝમ)એ લોકોની વ્યથા અને ફરીયાદ રજુ કરી એક નમ્ર સુઝાવ પણ વ્યકત કરેલ છે કે આ વિસ્તારમાં જયાં સુધી રસ્તાઓની કામગીરી ન થાય ત્યાં સુધી લોકોને ધુળની ડમરીઓથી બચાવવા માટે પાણીનો છંટકાવ કરવો જાેઈએ અને આ સુચન સાથે મનપા દ્વારા આ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા પણ રાખવામાં આવી છે.
જૂનાગઢ શહેરનાં મોતીબાગ વિસ્તાર, ઈન્દીરા સર્કલથી અક્ષરવાડી સુધીનાં રસ્તાની ખુબ જ ખરાબ હાલત બની ચુકી છે. અડધા અડધા ફુટનાં અંતરે રસ્તાઓમાં થયેલા ખાડાઓ અને ત્યારબાદ આ ખાડાઓ બુરવા માટે જે ટાંચોડો પાથરવામાં આવેલ તે કાંકરા-રેતી બહાર આવી ગયેલ છે. જેનાં કારણે રાહદારી અને વાહન ચાલકોને અતિ મુશ્કેલી પડી રહી છે. રસ્તાતો ખરાબ થઈ ચુકયા છે પરંતુ સતત નાના મોટા વાહનોની અવર જવરનાં કારણે ર૪ કલાક ટ્રાફીક રહે છે તેવા આ વિસ્તારમાં જયારે નાના વાહનોથી લઈ ભારે અને મોટા વાહનો આ રસ્તા ઉપરથી પસાર થાય છે ત્યારે ધુળની ડમરીઓ ઉડે છે. અને જેનાં કારણે રસ્તે પસાર થતાં લોકો, વાહન ચાલકો, દુકાનદારો અને રસ્તાનાં કાંઠે રહેતા રહેણાંક વિસ્તારનાં લોકોને પણ ધુળની ડમરીથી ભારે પરેશાની વેઠવી પડે છે. સતત ઉડતી ધુળની ડમરી ભારે વંટોળ્યા માફક લોકોનાં ઘરમાં અને દુકાનમાં પણ ઘુસી જાય છે. ઈન્દીરા સર્કલથી અક્ષરવાડી સહિતનાં વિસ્તારોમાં રોડનાં કાંઠે આવેલી દુકાનો અને રહેણાંક મકાનોમાં દિવસ દરમ્યાન ખાંડી ખાંડી ધુળ પ્રવેશી જાય છે. જે તે દુકાનદાર કે રહેણાંક મકાનોમાં રહેતાં લોકો આખો દિવસ ધુળ ઝાપટવાનું જ કાર્ય કરી રહયા છે. જેનાં કારણે ભારે પરેશાની ભોગવી રહયા છે. એક તો ખરાબ રસ્તાએ હાલત બગાડી છે અને ધુળની ડમરીએ બિમારી જેવી હાલત પણ કરી દીધી છે. ત્યારે આ વિસ્તારનાં લોકોની વ્યથા અને ફરીયાદનાં સુરને વાચા આપતા આ વિસ્તારમાં રહેતા માનસી નાગ્રેચા (માસ્ટર ઓફ જર્નાલીઝમ)એ ધુળની ડમરીઓનાં કારણે લોકોનું જીવવું હરામ થઈ ગયું છે અને તુટેલા રસ્તા વહેલી તકે રીપેર કરવા અથવા તો નવા બનાવવાની જરૂર છે. આ સાથે જ માનસી નાગ્રેચાએ એક સારૂ સુચન પણ કરેલ છે કે જયાં સુધી રસ્તા સારા ન બને ત્યાં સુધી મોતીબાગ, ઈન્દીરા સર્કલ, અક્ષરવાડી સહિતનાં રસ્તાઓમાં સતત પાણીનો છંટકાવ કરવો જાેઈએ જેનાં કારણે ધુળની ઉડતી ડમરીઓ બંધ થાય અને લોકોને થોડી રાહત પણ મળી શકે. આ બાબતે મનપા દ્વારા તત્કાલ કાર્યવાહી કરવાની પણ જરૂર છે આ અંગે અપેક્ષા પણ રાખવામાં આવી છે.

error: Content is protected !!