રસ્તે રખડતા પશુઓને આશરો આપવા માટે કયાંય જગ્યા ન હોય તો ગૌશાળા શ્રેષ્ઠ

0

અમદાવાદ જેવા શહેરમાં રસ્તે રખડતા પશુઓને ઢોરનાં ડબ્બે કે કેટલ કેમ્પોમાં તાત્કાલીક ભરતી કરાવી દેવા એક ખાસ અભિયાન ચલાવવા માટે મ્યુની. તંત્રને ગુજરાતની મહાનગરપાલિકા, નગરપાલિકાઓને અદાલતોએ જયારે આદેશ જારી કર્યો છે અને સરકાર દ્વારા પણ સતત ત્રણ દિવસ સુધી ઢોર પુરવા માટેની કામગીરી માટે મ્યુની. કોર્પોરેશન અમદાવાદને સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી. આવી સમસ્યા સમગ્ર ગુજરાત રાજયમાં છે ત્યારે વિકાસની યાત્રાએ પહોંચેલા જૂનાગઢ શહેરમાં તો રસ્તાઓ ઉપર ગલીઓમાં, લોકોનાં ઘર આંગણે, સોસાયટી વિસ્તારોમાં ઠેરઠેર આ સમસ્યા ઉદભવેલી છે. ૦ાા (પા) કિલોમીટર ચાલો અને ઢોરનો અંડીંગો જાેવા મળે, કયારેક તો રસ્તાઓ ઉપર બેસેલા કે સોસાયટીમાં રહેલા આવા નધણીયાતા ઢોર યુધ્ધે ચડતા હોય છે ત્યારે ત્યાંથી પસાર થવું એટલે મોતનાં દરવાજામાંથી પસાર થવું મનાય છે અને પશુઓએ ઢીક મારવાનાં બનાવને પગલે અપમૃત્યુનાં બનાવો પણ બન્યા છે. રખડતા ઢોરની સમસ્યાની સાથે સાથે લોકોની મુંગા પશુઓ પ્રત્યેની લાગણી અને ભાવના છે તે પણ ઘણીવાર કારણરૂપ લોકોની જીંદગી જાેખમાય તેવી બનતી હોય છે, એપાર્ટમેન્ટ કે ગલીઓમાં ત્યાંના રહેવાસીઓ દ્વારા ઘરે બનાવેલા રસોઈમાંથી ગાય માટે ખાસ રોટલી બનાવવામાં આવતી હોય છે અથવા તો વધેલું ધાન ત્યાંને ત્યાં રાખી દઈ અને પોતે ગૌમાતા પ્રત્યેક સંવેદન વ્યકત કરી તેવું મન મનાવી લેતા હોય છે પરંતુ તેના કારણે પણ આવા એપાર્ટમેન્ટ અને સોસાયટી વિસ્તારોમાં ઢોરનાં જમેલા રહે છે. આ કરતા પણ સૌથી મોટુ જાે દુષણ હોય તો એ છે કે, જૂનાગઢ શહેરમાં અનેક વિસ્તારો એવા છે કે જયાં માલિકો ખુદ પોતાના દુઝતા ઢોરને પણ રસ્તે રઝળતા સવારથી જ મુકી દે છે અને સાંજનાં આવા ઢોર ખોરાકથી તૃષા અનુભવે છે ત્યારે તેમને ઘરે લઈ જાય છે. રાજાશાહી વખતમાં પશુઓ માટે ચરીયાણા માટે ખાસ વિડી, જંગલ વિસ્તારમાં ફાળવવામાં આવતો હતો, જયારે આજે આધુનિક રાજાઓનાં વખતમાં રસ્તાઓ જાણે વિડીનું ખેતર બની ગયા હોય તે રીતે શહેરોમાં ઢોરને મુકી દેવામાં આવે છે. જૂનાગઢ શહેરમાં રખડતા ઢોર મુદે મનપા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. આ ઉપરાંત જૂનાગઢની સેવાભાવી સંસ્થાઓ, ગૌશાળાનાં સંચાલકો, તંત્ર વાહકો, અને ગૌપ્રેમીઓની એક સંયુકત બોલાવી જાેઈએ અને જાે તંત્ર આ બાબતે કોઈ કાર્યવાહી ન કરતું હોય તો પછી સર્વસંમતિથી આવા રસ્તે રખડતા ઢોરને આસપાસનાં વિસ્તારની ગૌશાળાને સોંપી દેવા જાેઈએ તેવું પણ વિચારણા હેઠળ છે. આ સાથે જ જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં પેશકદમીથી કરવામાં આવેલા ઢોરવાડાને પણ તાત્કાલીક અસરથી બંધ કરવાની માંગણી ઉઠવા પામી છે. આ ઉપરાંત જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ચારો વેચતા લોકો માટે પણ એક સલામત જગ્યા કે જયાં લોકોની અવર જવર ન હોય તેમજ રહેણાંક વિસ્તાર ન હોય અને પડતર જગ્યા હોય ત્યાં જ પોતાની રેકડી અથવા તો ઘાસચારો વેચવા માટેનું સ્ટેન્ડ નકકી કરવું જાેઈએ અને રખડતા પશુઓને આ નિર્જન જગ્યા ઉપર જ ઘાસચારાની વ્યવસ્થા થઈ શકે તેવું કડક આયોજન પણ મનપા તંત્રએ કરવું જાેઈએ તેવી પણ માંગ ઉઠી છે.

error: Content is protected !!