અક્ષરવાડીથી સરદાર પટેલ ચોક અને સાબલપુરનાં ખરાબ રસ્તા રીપેર કરવા તંત્ર સજજ : હરેશ પરસાણા

0

જૂનાગઢ મનપાનાં સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન હરેશ પરસાણાએ આજે જણાવ્યું હતું કે વરાપ નીકળે અને વરસાદનું વિધ્ન નહી નડે તો જૂનાગઢનાં અક્ષરવાડીથી સરદારપટેલ ચોક સુધીનો રસ્તો અને સાબલપુરનાં રસ્તાને યુધ્ધનાં ધોરણે રીપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ અંગે વિશેષમાં મળતી વિગત અનુસાર જૂનાગઢ શહેરનાં ખરાબ રસ્તાઓનાં પ્રશ્ને મનપા તંત્ર સામે લોકોની અનેક ફરીયાદો ઉઠવા પામેલી છે. ચોમાસાનાં આ દિવસોમાં સતત વરસી રહેલા વરસાદને કારણે વધુ ખરાબ રસ્તા બની જતાં લોકોની પરેશાની હવે માથા ઉપરથી વહી ગઈ હતી. રજુઆતો, આંદોલનની ચિમકી સહિતનાં કાર્યક્રમો અંગે નિવેદનો જારી કરવામાં આવી રહયા હતા આ દરમ્યાન જૂનાગઢ મહાનગરપાલિકાનાં સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન હરેશભાઈ પરસાણાએ રસ્તાઓ મુદે લોકોની પરેશાની વહેલીતકે હલ કરવા માટે મનપા તંત્ર સજજ બની ગયું છે અને વરાપ અને તડકો નીકળે એટલે યુધ્ધનાં ધોરણે આ રસ્તાઓ સારા કરી દેવા માટે તૈયારી દર્શાવી છે. આટલું જ નહી જે રસ્તાઓ કોન્ટ્રાકટરને આપવામાં આવે તે કોન્ટ્રાકટરની જવાબદારી પણ ફીકસ કરવા અને જયારે પણ રસ્તા ખરાબ થાય ત્યારે એજ કોન્ટ્રાકટર રસ્તાઓ રીપેર કરી આપે અને કોન્ટ્રાકટરનાં નામો પણ નવા રસ્તા બનાવતી વખતે અને કેટલા ખર્ચે થયો છે તે અંગેની વિગત અન્ય શહેરોની માફક જૂનાગઢ શહેરમાં પણ અમલી બનાવવામાં આવે તેવું પણ આયોજન કરવામાં આવી રહેલ છે.
દરમ્યાન સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન હરેશભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે, ભૂગર્ભ ગટરનાં ખોદકામ દરમ્યાન સોસાયટી, મહોલ્લા, જાહેર માર્ગનાં રસ્તાઓ ખરાબ બની ગયા છે ત્યારે આમજનતાની પરેશાની અને વ્યથા વ્યાજબી છે અને રસ્તાઓનાં પ્રશ્ને અમારે પણ કંઈક નક્કર કાર્ય કરવું છે પરંતુ સૌથી મોટુ વિધ્ન સતત વરસી રહેલા વરસાદનું હતું. તાજાે જ દાખલો જાેઈએ તો રસ્તા રીપેર કરવાની મહાનગરપાલિકાની ફુલ તૈયારી હતી અને રાત્રીનાં કામ શરૂ કરવું હતું. રસ્તાની સફાઈ પણ કરી નાખવામાં આવી હતી પરંતુ સોમવારે સવારથી જ વરસાદ પડી જતાં રસ્તાઓ ભીના બની ગયા હતા અને આ ભીના રસ્તા ઉપર કામ કરવું મુશ્કેલ હતું તે બાબત નગરજનો પણ જાણે છે, હવે જયારે વરસાદ ખમૈયા કરી ગયો છે અને જાે આમને આમ વરાપ જેવું વાતાવરણ રહેશે અને વરસાદ નહી પડે તો તાત્કાલીક અસરથી અક્ષરવાડી થી સરદાર પટેલ ચોક સુધીનો રસ્તો તેમજ સાબલપુરનો રસ્તો યુધ્ધનાં ધોરણે રીપેરીંગ કરવાની કામગીરી કરવામાં આવશે તેમ હરેશભાઈ પરસાણાએ જણાવ્યું હતું.

error: Content is protected !!