માંગરોળના ગૌરવ કોમ્પ્લેક્ષમાં માટીના ગણપતિનું સ્થાપન કરાયું

0

જૂનાગઢ જિલ્લાના માંગરોળના ગૌરવ કોમ્પ્લેક્ષમાં વાજતે-ગાજતે ગણેશ ચતુર્થીના રોજ ગણપતિની માટીની મૂર્તિનું સ્થાપન કરાયું હતું. ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપે છે. ગણપતિ મહોત્સવના ઉજવણીના ભાગરૂપે ગૌરવ કોમ્પ્લેક્ષમાં ઊષાબેન પીઠડીયા, હિતેક્ષાબેન પાણેરી, આરતીબેન, દક્ષાબેન, મંજુલાબેન શાહ, ઉષાબેન આશવાણી, પાયલબેન પંડયા, દિપીકાબેન કોઠારી, ગોસીયા રચીતા, ડિમ્પલબેન ગોસીયા, શિક્ષક ભગવતીબેન અને દિપકભાઇ માવદિયા સહિતના કોમ્પલેક્ષનાં સમગ્ર કુટુંબીજનો, નાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને ગણપતિનું સૌ પ્રથમ સ્થાપન કરવામાં આવ્યું હતું અને સાંજના સમયમાં મહાઆરતી કરવામાં આવી હતી. ગૌરવ કોમ્પ્લેક્ષમાં બધા કુટુંબીજનોએ સાથે મળી ગણેશ મહોત્સવની ઘર આંગણે ભકિતભાવ પૂર્વક ઉલ્લાસ સાથે સ્થાપન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!