રાજકોટ સરકારી હોસ્પિટલનાં કવાર્ટરમાં રહેતા હેતલબેન મૃગેશભાઈ પરમારએ અજાણી સ્ત્રી તથા પુરૂષ સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી બેન કેશોદથી રાજકોટ વોલ્વો બસમાં તેનાં બાળક સાથે જતા હોય અને જૂનાગઢ બસ સ્ટેશનમાં તેનાં બાળકને કુદરતી હાજતે જવું હોય, નીચે ઉતરેલ અને પર્સ સીટ ઉપર મુકી બાજુમાં બેઠેલ બેનને કહીને ગયેલ હતા અને પરત આવેલ તો ફરિયાદીનું પર્સ જાેવામાં આવેલ નહી. આ બહેન બસમાં ચડતી વખતે બે અજાણ્યા વ્યકિત એટલે એક સ્ત્રી અને એક પુરૂષને બસમાંથી ઉતરતા જાેયા હતા અને તેઓ પર્સની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વંથલીનાં ટીનમસ ગામે ઝેરી દવા પીતા મૃત્યું
વંથલી તાલુકાનાં ટીનમસ ગામનાં ભૂપતભાઈ જાદવભાઈ કોળી(ઉ.વ.૩પ)એ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મૃત્યું થયું હતું આ બનાવમાં વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
બિલખા તાબાનાં ઉમરાળા ગામે રામાપીરનાં મંદિરમાં આરતી કરતા હડધુત કરી માર માર્યો
જૂનાગઢ જીલ્લાનાં બિલખા તાબાનાં ઉમરાળા ગામે આવેલ રામદેવપીરનાં મંદિરમાં આરતી કરતી વખતે બાજુમાં રહેતા શખ્સ દ્વારા માર મારી હડધુત કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલ વિગત અનુસાર, ઉમરાળા ગામનાં રાહુલ અશ્વિનભાઈ સોલંકી જાતે-અનુસુચીત જાતીએ ગોદડભાઈ વલકુભાઈ વાળા કાઠીદરબાર રહે.ઉમરાળા વાળા વિરૂધ્ધ એવી ફરિયાદ નોંધાવી છે કે, આ કામનાં ફરિયાદી તથા સાહેદ જયેશભાઈ તેમનાં વિસ્તારમાં આવેલ અને રામદેવપીરનાં મંદિરે સાંજની આરતી કરવા ગયેલ હતા, ત્યાં બાજુમાં રહેતા આ કામનાં આરોપી પોતાનાં હાથમાં લોખંડનો પાઈપ લઈ આવી ફરિયાદી તથા સાહેદને કહેલ કે, તમો કેમ નગારૂ વગાડી અવાજ કરો છો તેમ કહી ભુંડી ગાળો દઈ જ્ઞાતી પ્રત્યે અપમાનીત કરી સાહેદ જયેશને લોખંડનાં પાઈપનો ઘુસ્તો મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે કલમ ૩ર૩, ર૯૪(ખ), પ૦૬(ર) તથા જીપીએકટ ૧૩પ અને એટ્રોસીટી અંતર્ગત ગુનો દાખલ કરેલ છે.