કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ૩૬મી નેશનલ ગેમ્સના મેસ્કોટ અને એન્થમનું લોન્ચિંગ

0

અમદાવાદમાં કાંકરિયા વિસ્તારમાં આવેલા ટ્રાન્સસ્ટેડિયા, એકા અરેના ખાતે યોજાયેલા ખેલ મહાકુંભની ૧૧મી કડીના સમાપન અને ૩૬મી નેશનલ ગેમ્સના કર્ટન રેઇઝરના રંગારંગ સમારંભ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં આરંભેલા રમતગમત ક્ષેત્રના વિકાસની સુવાસના પરિણામે જ દસ વર્ષ પહેલાં ખેલમહાકુંભમાં ૧૧ લાખ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન આજે ૫૫ લાખે પહોંચ્યું છે. તેમણે અમદાવાદમાં આકાર પામેલા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનો સંદર્ભ આપતા જણાવ્યું કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સાથે અમદાવાદ શહેરમાં અન્ય સ્પોર્ટસ ફેસીલીટીના નિર્માણ બાદ અમદાવાદ વિશ્વના સૌથી મોટા સ્પોર્ટ્‌સ સિટી તરીકે ઉભરી આવશે. ગુજરાતના ખેલાડીઓએ પોતાની પ્રતિભા અને પ્રદર્શનથી દેશ અને દુનિયાના નકશા ઉપર અમિટ છાપ છોડી હોવાનું તેમણે જણાવ્યું હતું. નેશનલ ગેમ્સના આયોજનની સાથે ગુજરાત સ્પોર્ટ્‌સ ક્ષેત્રે નવા કિર્તીમાન સ્થાપિત કરશે તેવો મત મંત્રીએ વ્યક્ત કર્યો હતો અને ૩૬મી નેશનલ ગેમ્સનાં મેસ્કોટ અને એન્થમનું લોન્ચિંગ કર્યું હતું.

error: Content is protected !!