શ્રી રઘુવંશી લોહાણા સમાજ દ્વારા રપ સપ્ટેમ્બરે ગોમતીનાં તીરે પિતૃ તર્પણ-પિંડ દાનનાં સતકાર્યનું આયોજન

0

અખિલ વિશ્વ રઘુવંશી લોહાણા સમાજને જણાવવામાં આવે છે કે, દ્વારકાની નાગબાપા ઉત્સવ સમિતિ- ગોકુલભવન-દ્વારકા દ્વારા આગામી તા.૨૫-૯-૨૦૨૨ના સર્વપિતૃ અમાવસના દિવસે ગોમતીઘાટ ઉપર પિતૃ તર્પણ, પિંડદાનનું આયોજન કરવામાં આવ્યું છે. એ ઉપરાંત જે કોઈ પરીવારને નારાયણબલી, પ્રેતબલી અથવા અન્ય કોઈ શ્રાદ્ધવિધિ કરાવવી હોય તો પણ કરાવી આપવામાં આવશે. તો આ કાર્યમાં સમસ્ત લોહાણા સમાજને જાેડાવા આયોજકો દ્વારા નિમંત્રણ આપવામાં આવેલ છે. પિતૃ કાર્યનું સ્થળ સત્યનારાયણ મંદિર પાસે, ગોમતીઘાટ, દ્વારકા છે. આયોજનની વધુ વિગત માટે નાગબાપા ઉત્સવ સમિતિ, દ્વારકા મો.૬૩૫૪૧૧૧૦૯૯, તીર્થ ગોર મહારાજ હિંમતલાલ વાયડા મો.૯૭૨૬૨૯૬૨૦૨, નારાયણ વાયડા મો.૯૮૨૪૩૬૨૫૪૧, અંબરીષ વાયડા મો.૯૫૩૭૮૮૮૩૨૭નો સંપર્ક કરવો. કાર્તિકી અમાવસ્યા, ચૈત્રી અમાવસ્યા અને ભાદરવી અમાવસ્યાના આગામી આયોજનો રાબેતા મુજબ કરવામાં આવશે.

error: Content is protected !!