વંથલી તાલુકાનાં નવલખી ગામે રહેતા શાંતીલાલ પ્રાગજીભાઈ વૈષ્ણ(ઉ.વ.પ૦)એ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદીનાં હીરા ઘસવાનું કારખાનું આંબાવાડી, હીરા બજારમાં આવેલ છે ત્યાંથી ૪ પેકેટ હીરા નંગ-૪૯ રૂા.રપ હજારની કિંમતનાં કોઈ ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢનાં ઈવનગર ગામે કચરો નાખવા પ્રશ્ને મારામારી : સામે-સામી ફરિયાદ
જૂનાગઢ તાલુકાનાં ઈવનગર ગામે કચરો નાખવા બાબતે બોલાચાલી થતા મારામારીનો બનાવ બનેલ છે અને સામ-સામી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર, ભારતીબેન પ્રવિણભાઈ ચાવડા(ઉ.વ.ર૭) રહે.ઈવનગર વાળાએ ચંપાબેન રમેશભાઈ રાઠોડ, માધાભાઈ, માધાભાઈની પત્ની નયનાબેન, ચંપાબેનની દીકરી રીધ્ધીબેન, માધાભાઈનો દીકરો દિવ્યરાજ તમામ સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ફરિયાદી તથા આરોપીઓ બાજુ-બાજુમાં રહેતા હોય અને આ કામનાં ફરિયાદીનાં ઘરની બહાર રોડ ઉપર સાવણો લઈ વાળતા હોય દરમ્યાન ફરિયાદીએ રોડ ઉપર પડેલ પોદળો લઈ રોડની સાઈડમાં નાખતા આરોપી નં-૧એ કહેલ કે, અહીં કેમ કચરો નાખો છો ? જેથી ફરિયાદીએ કહેલ કે, આ સાર્વજનિક જગ્યા છે. તેમ કહેતા બોલાચાલી થયેલ. આ બનાવમાં આરોપીઓએ એકસંપ થઈ ફરિયાદીને બિભત્સ શબ્દો કહી, ઢીકાપાટુનો માર મારી, ગળુ દબાવી, ઈજા પહોંચાડી અને ઝપાઝપીમાં ફરિયાદીની સોનાની બુટી પાડી દઈ ગુનો કરવામાં એકબીજાને મદદગારી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. જયારે સામાપક્ષે ચંપાબેન રમણીકભાઈ રાઠોડ(ઉ.વ.૪પ)એ અનીલભાઈ, અનીલભાઈનો ભાઈ ભરત, વનરાજભાઈ, વનરાજભાઈનો દીકરો રહે.ઈવનગર વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, કચરો નાખવા બાબતે થયેલ બોલાચાલીનું મનદુઃખ રાખી આરોપીએ એકસંપ કરી અને ફરિયાદી તથા સાહેદને ઢીકાપાટુનો માર મારી, પછાડી દઈ સાહેદ નયનાબેનનો મોબાઈલ ફોન પાડી દઈ અને એકબીજાને મદદગારી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ચોરવાડ : લગ્ન ન થતા માઠુ લાગી જતા ગળાફાંસો ખાઈ જીવનનો અંત અણ્યો
ચોરવાડનાં અખાડા વિસ્તારમાં રહેતા રમેશભાઈ કારાભાઈ ચુડાસમા(ઉ.વ.૩ર)નાં લગ્ન થયેલ ન હોય અને સગાઈ પણ થયેલ ન હોય જેથી તેને લાગી આવતા પોતાની મેળે ઘરમાં આડી સાથે ઓઢણા વડે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. આ ઉપરાંત માંગરોળનાં માનખેત્રા ગામનાં હૈમાશીબેન પ્રતાપભાઈ ખેર(ઉ.વ.૧૭)ને તાવ આવતો હોય જેની દવા ચાલુ હોય અને ભુલથી દવાને બદલે ખેતરમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેનું મૃત્યું થયેલ છે. આ ઉપરાંત માંગરોળ બંદર ખાતે રહેતા જલ્પાબેન લખમણભાઈ ગોસીયા(ઉ.વ.૩૦) પોતાનાં ઘરમાં મોટા હોય અને ચાર ભાઈ-બહેનમાંથી કોઈની સગાઈ ન થતી હોય જેથી કંટાળી જઈ સેલફોર્સનાં ટીકડા ખાઈ લેતા તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે.