સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધીરાણ સહકારી મંડળી દ્વારા પાંચ નિવૃત પ્રાધ્યાપકોનું થનારૂ ગરિમાપૂર્ણ સન્માન

0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી દ્વારા તાજેતરમાં નિવૃત થયેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રો. કમલેશભાઈ જાેષીપુરા, ભૌતિક શાસ્ત્ર ભવનના પૂર્વ અધ્યક્ષ પ્રો. મિહિરભાઈ જાેષી, ઇલેક્ટ્રોનિક્સ ભવનના પૂર્વ અધ્યક્ષ પ્રો. એચ.એન. પંડ્યા, બાયોસાયન્સ ભવનના પ્રો. બી.આર.એમ. વ્યાસ તથા ડો. વર્ષાબેન ત્રિવેદીનો ગરિમાપૂર્ણ અભિવાદન સમારોહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગિરિશભાઈ ભીમાણીના અધ્યક્ષસ્થાને તા.૨૦-૯-૨૦૨૨ને મંગળવારના રોજ સાંજે ૫ કલાકે અંગ્રેજી ભવનના વ્યાસ સેમિનાર હોલમાં યોજાશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે સહકાર ક્ષેત્રના વરિષ્ઠ અગ્રણી અને આર.ડી.સી. બેંક રાજકોટના સિનિયર ડિરેકટર અરવિંદભાઈ ત્રાડા ઉપસ્થિત રહેશે. મંગળવાર તા.૨૦-૯-૨૦૨૨ના રોજ યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની ચોત્રીસમી વાર્ષિક સાધારણ સભા, સાથોસાથ વય મર્યાદાને કારણે નિવૃત થનાર અધ્યાપકોના અભિવાદન સમારોહને સફળ બનાવવા માટે અધ્યાપકોની સહકારી મંડળીના પ્રમુખ પ્રો. જયદીપસિંહ ડોડીયા, ઉપપ્રમુખ ડો. જે.એ. ભાલોડીયા, મંત્રી પ્રો. વી.જે. કનેરીયા, સહમંત્રી ડો. યોગેશ જાેગસણ, ખજાનચી ડો. રંજનબેન ખૂંટ, કારોબારી સભ્યો -પ્રો. સંજય ભાયાણી, પ્રો. આર.બી. ઝાલા, પ્રો. અતુલભાઈ ગોસાઈ, પ્રો. નિકેશ શાહ, ડો. રેખાબા જાડેજા, ડો. મનીષ શાહ, ડો. અશ્વિનભાઈ સોલંકી અને ડો. ભરતભાઈ ખેર જહેમત ઉઠાવી રહ્યા છે.

error: Content is protected !!