જૂનાગઢ નોર્મલ વન વિભાગના નાયબ વન સંરક્ષક ડો. સુનિલ બેરવાલ(આઈએફએસ)ની રાજપીપલા ખાતે આવેલ ફોરેસ્ટ કોલેજના પ્રિન્સિપાલ તરીકે બદલી થઇ છે. તેની જગ્યાએ અક્ષય જાેશી(આઈએફએસ)ને મુકાયા છે. બંને અધિકારીની સામસામે બદલી થઇ છે. ડો. સુનિલ બેરવાલની વાત કરીયે તો તેમના કાર્યકાળને કાર્યકાળને માનવામાં આવે છે, ડો. સુનિલ બેરવાલના સમયમાં ગિરનાર સફારી શરૂ થઇ છે તેમજ રોપવેની પણ શરૂઆત કરવામાં આવી હતી. તેમજ કોરોનાના કપરા કાળમાં પણ તેમની કામગીરી શ્રેષ્ઠ રહી હતી કારણ કે, સૌમ્ય અને મિલનસાર સ્વભાવના વન અધિકારી બેરવાલ કોઈપણ વિવાદમાં આવ્યા વિના ગિરનારના જંગલ તેમજ બાબરા વીડી અને ખાગેશ્રી વીડી વિસ્તારમાં અનેક વિકાસના કામ કાર્ય છે અને વન્ય પ્રાણી સંરક્ષણની ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. ત્યારે તેમની બદલી થતા વન્યપ્રાણી પ્રેમીઓ અને જૂનાગઢ વાસીઓએ કર્મનિષ્ઠ વન અધિકારીને શુભકામનાઓ પાઠવવામાં આવી છે.