જૂનાગઢમાં વણઝારી ચોકમાં આવેલ ગેબનશાહ બાપુના ઉર્ષની ઉજવણી

0

જૂનાગઢ શહેરમાં વણઝારી ચોકમાં આવેલ હઝરત ગેબનશાહપીરની દરગાહ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે તા.ર૧-૧૦-રરને શુક્રવારના રોજ ઉર્ષની ઉજવણી કરવામાં આવશે. વણઝારી ચોકમાં આવેલ ગેબનશાહપીરની દરગાહ એ હિન્દુ-મુસ્લીમ સમાજની એકતાના પ્રતિક સમાન છે. અહીં તમામ જ્ઞાતિ, ધર્મના લોકો શ્રધ્ધા ધરાવે છે. ઉર્ષ નિમિત્તે આજે સાંજે આમ ન્યાઝ-પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે અને રાત્રે ઈશાની નમાઝ બાદ મિલાદ પાર્ટી અને કવ્વાલ મજીદ સોલેની કવ્વાલીનો ભવ્ય કાર્યક્રમ પણ યોજવામાં આવેલ છે. આ પ્રસંગે તમામ હિન્દુ-મુસ્લીમ ભાઈ બહેનોને કાર્યક્રમમાં ભાગ લેવા દરગાહના મુંજાવર ખાદિમ નજીબબાપુ, તેસીનબાપુ તેમજ રઈશ બાપુ તરફથી એક યાદીમાં નિમંત્રણ પાઠવવામાં આવેલ છે. વિશેષમાં જણાવેલ છે કે, દરગાહ તરફથી કોઈપણ જાતનો ફંડ ફાળો લેવામાં આવતો નથી અને દરગાહના નામે કોઈપણ જાતનો ફાળો આપવો નહીં તેમ પણ યાદીના અંતે જણાવેલ છે.

error: Content is protected !!