જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર રાધેશ્યામ એપાર્ટમેન્ટ, બ્લોક નં.૩૦૩, ગાયત્રી સ્કૂલની બાજુમાં રહેતી બંસી ઉદયભાઈ દવે(ઉ.વ.૧૬) નામની બાળા ધો.૧રમાં અભ્યાસ કરતી હોય અને અભ્યાસમાં નબળી હોય અને જે કારણે તેને લાગી આવતા પોતાની મેળે સેલફોસ પાઉડર ઘઉંમાં નાખવાનો પાઉડર પી જતા તેનું મૃત્યું થયું છે. આ બનાવને પગલે તેમનાં પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
માણાવદર તાલુકાનાં સરદારગઢ ગામે પરણીતાને સાસરીયા દ્વારા ત્રાસની ફરિયાદ
માણાવદર તાલુકાનાં સરદારગઢ ગામે પરણીત યુવતીને સાસરીયા તરફથી ત્રાસની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ અંગે કેશોદ પોલીસે આપેલી વિગત અનુસાર, કેશોદ તાલુકાનાં કરેણી ગામે પિતા હાજાભાઈ ગોરાભાઈ સોંદરવાનાં ઘરે હાલ રહેતી ઈલાબેન હિરેનભાઈ લુહારે પોતાનાં પતિ હિરેનભાઈ કનુભાઈ લુહાર, સસરા કનુભાઈ મેરામભાઈ લુહાર, નણંદ જયશ્રીબેન, નણંદ હેતલબેન, નણંદ કિરણબેન વિગેરે સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદી યુવતી ઈલાબેનને તેઓનાં લગ્નજીવનનાં સયમગાળા દરમ્યાન તેમનાં પતિ તથા સસરા અને ત્રણેય નણંદ દ્વારા શારીરીક-માનસીક ત્રાસ આપી ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હોવાનું તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા કેશોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢમાં ભુલથી એસીડ પી જતા મૃત્યું
જૂનાગઢમાં મીરાનગર, દ્વારકાપુરી સોસાયટી ખાતે રહેતા કિર્તિબેન નાથાલાલ નિમાવત(ઉ.વ.૪પ)એ ઉધરસની દવા પીવા જતા ભુલથી એસીડ પી જતા તેનું મૃત્યું થયું છે. સી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.