આઝાદીના ૭૫ વર્ષ પછી પણ ખંભાળિયામાં ધૂળ ઉડે છે : ઈસુદાન ગઢવી

0

ભાજપ દ્વારા કરાતા વ્યાપક ભ્રષ્ટાચાર અંગે “આપ”નો આક્ષેપ, દ્વારકામાં એઇમ્સને ટક્કર આપે એવી મોટી હોસ્પિટલ બનશે : આપ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી નેશનલ જાેઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવીએ મિડીયાને સંબોધિત કરતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ અને ઝાડુ લોકો માટે એક ઉમ્મીદ બની ગયા છે. ખંભાળિયા સહિત જિલ્લાની હાલની પરિસ્થિતિ સંદર્ભે તેમણે જણાવ્યું હતું કે, “આજે ૭૫ વર્ષ થયા છે આઝાદીને. પરંતુ ખંભાળિયામાં ધૂળ ઉડે છે. લોકોએ જ્ઞાતિ, જાતિ, ધર્મ, વર્ગના નામે મતદાન કર્યું છે. અમે ક્યારેય સારા વ્યક્તિને આવવા નથી દીધા. જેના કારણે આજે ખંભાળિયામાં ધૂળ ઉડે છે. ખંભાળિયામાં ખેડૂતો પરેશાન છે, ખંભાળિયામાં વેપારીઓ પરેશાન છે, ખંભાળિયામાં ગૌશાળાઓ સારી નથી અને અનેક કાચા મકાનો છે, રોડ રસ્તા નથી. હું ખાતરી આપું છું કે આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે એક મહિનાની અંદર ન માત્ર ખંભાળિયામાં તમામ જિલ્લામાં ગાય માતા માટે ગૌશાળા શરૂ કરી દેવામાં આવશે.” આ ઉપરાંત ઈસુદાન ગઢવીએ દ્વારકાવાસીઓને ગેરંટી આપતા જણાવ્યું હતું કે, “તમારે મને કોઈ રજૂઆત કરવી પડે, એવા દિવસો હું નહીં આવવા દઉં. ખંભાળિયાનો એક પણ નાગરિક સરકાર બનતાની સાથે એક વર્ષની અંદર પાકા ઘર વગર નહીં રહે એની હું ખાતરી આપું છું. ખંભાળિયા અને દ્વારકામાં તમામના વીજળી બિલ શૂન્ય આવશે. પહેલી માર્ચથી એની હું ગેરંટી આપું છું. દ્વારકા જિલ્લામાં એક વર્ષની અંદર પાકા રસ્તા બનાવવાની હું ગેરંટી આપું છું. રોડ રસ્તા ઉપર ધૂળની ચપટી પણ નહીં જાેવા મળે. દ્વારકા જિલ્લાના તમામ ખેડૂતોને ૧૨ કલાક વીજળી મળશે, દિવસે પણ વીજળી મળશે, કોઈ પણ ખેડૂતોના કનેક્શન બાકી નહીં રહે. ખંભાળિયામાં એક વર્ષમાં કેજી થી કોલેજ સુધીની પાંચ શાનદાર શાળા કોલેજાે બનશે. ખંભાળિયા અને દ્વારકાના એક પણ વેપારીને, ખેડૂતને અધિકારી પરેશાન કરી શકશે નહીં. પોલીસ હેલ્મેટના નામે રૂપિયા ઉઘરાવી શકશે નહીં, ૫૦ની સ્પીડથી નીચે કોઈએ હેલ્મેટ પહેરવાની જરૂર નથી, તમને કોઈ પકડશો નહીં પી.યુ.સી.ના નામે, ડોક્યુમેન્ટના નામે પોલીસ પકડે છે એમાં તેમનો વાંક નથી કારણ કે, તેમને ટાર્ગેટ આપવામાં આવે છે. ડિસેમ્બર ૨૦૨૨થી ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં દ્વારકા અને ખંભાળિયાને સિંગાપુર જેવું ન બનાવીએ તો આમ આદમી પાર્ટીને બીજીવાર ઘૂસવા ન દેતા.” આ ઉપરાંત ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપો કરતા તેમણે જણાવ્યું હતું કે, એક હજાર વ્યક્તિએ છ કરોડ રૂપિયા મળે છે. દ્વારકા અને ખંભાળિયાની વસ્તીના રૂપિયા ક્યાં જાય છે ? આ રૂપિયા મોટા નેતાઓના ખિસ્સામાં જાય છે, જેને બંધ કરીશું. ખંભાળિયા તાલુકો પોતાનું વતન હોવાથી અને આમ આદમી પાર્ટી ચોક્કસ વિઝન સાથે કામ કરતી હોવાનું જણાવી ઈસુદાન ગઢવીએ જાહેરમાં આરોગ્ય, શિક્ષણ, ખેતી, સિંચાઈ, વીજળી વિગેરે મહત્વના મુદ્દે નક્કર અને પરિણામલક્ષી પગલા લેવામાં આવશે તેવી ખાતરી આપી, વિવિધ પ્રકારની ગેરંટી આપી હતી. દિલ્હી તથા પંજાબને રોલ મોડલ ગણાવી, ભ્રષ્ટાચાર રહિત શાસન વ્યવસ્થા સંદર્ભે લોકો સમક્ષ વૈવિધ્ય બાબતો રજૂ કરી હતી. આ આ કાર્યક્રમમાં જુદા-જુદા ક્ષેત્રના કાર્યકરોએ આમ આદમી પાર્ટીનો ખેસ તેમજ ટોપી ધારણ કરી, પક્ષમાં જાેડાયા હતા. જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!