વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, સ્પષ્ટ નીતિ અને સ્વચ્છ નિયત સાથે કામ કરીને અંબાજીથી ઉંમરગામ સુધીના આદિવાસી વિસ્તારના આદિવાસીબંધુઓનો સર્વાંગી વિકાસ કરીને મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવ્યા છે. શિક્ષણ, રોજગાર, કૌશલ્ય વિકાસ, આરોગ્ય અને સિંચાઇ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી આદિવાસીઓનું જીવન બહેતર બનાવવામાં આવ્યું છે. છેલ્લા બે દાયકા પૂર્વેની તુલનામાં આદિવાસીઓની હવે નીતિનિર્ધારણની બાબતોમાં ભાગીદારી વધી છે તેમ તેમણે જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંચમહાલના આદિવાસી વિસ્તાર જાંબુઘોડા તાલુકાના કકરોલિયા ખાતેથી પંચમહાલ જિલ્લામાં રૂા.૮૮૫.૪૨ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાને રૂા.૫૨ કરોડના ખર્ચે શ્રી ગોવિદ ગુરૂ યુનિવર્સિટી ગોધરાના નવનિર્મિત વહીવટી સંકુલ, જાંબુઘોડા તાલુકાના વડેફ ગામમાં નવવિકસિત સંત જાેરીયા પરમેશ્વર પ્રાથમિક શાળા અને તેના પટાંગણમાં જાેરીયા પરમેશ્વરની પ્રતિમા સહિત દાંડિયાપુરા ગામમાં રૂપસિંહ નાયક પ્રાથમિક શાળાનું અને શાળામાં જ બનાવવામાં આવેલી રૂપસિંહ નાયકની પ્રતિમાનું પણ લોકાર્પણ કર્યું હતું.
પ્રધાનમંત્રીના હસ્તે ગોધરામાં રૂા.૫૨૨ કરોડના ખર્ચે વિકાસ પામનાર ય્સ્ઈઇજી- મેડિકલ કોલેજ, રૂા.૧૬૪ કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનાર કૌશલ્યા-ધ સ્કીલ યુનિવર્સિટી સહિત ગોધરામાં રૂા.૨૩.૮૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર નવીન કેન્દ્રીય વિદ્યાલય સંકુલ સહિત રૂા.૭૧૦.૬૩ કરોડના વિકાસ પ્રક્લપોનું ખાતમુહૂર્ત થયું હતું. પ્રધાનમંત્રીએ રૂા.૧૨૨.૧૮ કરોડના ખર્ચે ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના માળખાકીય સુવિધાઓના કામોનું ભૂમિપૂજન કર્યું હતું. વડાપ્રધાને જણાવ્યું કે, આદિવાસીઓ આદિકાળથી ગુજરાતમાં વસે છે. પણ, પહેલાં તેમના વિકાસની અવગણના કરવામાં આવી હતી. આદિવાસીબંધુઓ માટે મૂળભૂત અને પાયાની સુવિધાઓનો અભાવ હતો. આદિવાસી યુવાનોને શિક્ષણ લેવું હોય તો બહાર જવું પડતું હતું. પીવાના પાણી માટે બોર જેવા સ્ત્રોતોનો આધાર રાખવો પડતો હતો. ગામમાં એક બોર નાખવામાં આવે તો તેનું ઢોલ વગાડીને સ્વાગત કરવામાં આવતું હતું. કોઇ સામાન્ય માંદગીના સંજાેગોમાં શહેરોના દવાખાનાનો આશરો લેવો પડતો હતો. લાંબી લાઇનોમાં રાહ જાેવાની અને રાતવાસો બહાર કરવો પડતો હતો. આદિવાસી વિસ્તારોમાં આવી કારમી સ્થિતિ હતી. નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, અંબાજીથી ઉંમરગામ સુધીના વિકાસ ઉપર અમે ધ્યાન કેન્દ્રિત કરી પાયાની સુવિધાઓ આપવાનું શરૂ કર્યું અને તેનાથી આવેલા પરિવર્તનો જાેઇ શકાય છે. ડોક્ટર, ઇજનેર બનવા માંગતા છાત્રો માટે ઘર આંગણે વિજ્ઞાન પ્રવાહની શાળાઓ શરૂ કરી છે. ૧૦ હજાર નવી શાળાઓ શરૂ કરી છે. એટલું જ નહીં, તાલુકાકક્ષાએ ૧૧ સાયન્સ કોલેજ, ૧૧ કોમર્સ, ૨૩ આર્ટ્સ કોલેજ, અનેક છાત્રોલયો શરૂ કરવા સાથે ગોધરામાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી અને નર્મદામાં બિરસા મુંડા યુનિવર્સિટી શરૂ કરી આદિવાસી મહાપુરૂષોના નામ તેમના સાથે જાેડવામાં આવ્યા છે. આદિવાસી વિસ્તારોમાં મેડિકલ કોલેજાે પણ શરૂ થતાં આદિવાસી યુવાનોને ઘર નજીક જ તબીબી શિક્ષણ અને એ પણ માતૃભાષામાં મળશે.
સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી મહાપુરૂષોના યોગદાનની યશોગાથા વર્ણવતા વડાપ્રધાને જણાવ્યું કે, નાયકા આંદોલનોમાં ૧૮૫૭ની ક્રાંતિમાં નવી ઊર્જા અને ચેતના પ્રગટાવી હતી. ક્રાંતિ નાયક તાત્યા ટોપે સાથે આ વિસ્તારના નરબંકા સંત જાેરિયા પરમેશ્વર અને રૂપસિંહ નાયક જાેડાઇ અદ્દભૂત સાહસ, માતૃભૂમિ માટે પ્રેમ દર્શાવી અંગ્રેજ સલ્તનતના પાયા હચમાવી દીધા હતા. આવા વીરો પુરૂષો થકી ભાવિ પેઢીને ઇતિહાસબોધ મળતો રહે તે માટે તેમના નામો શાળાઓ સાથે જાેડી અમરત્વ આપવામાં આવ્યું છે.