જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (દિવ્યાંગ બાળકોની સંસ્થા)ની કોડીનાર ખાતે મનોજભાઈ મોરીએ સંસ્થાની રૂબરૂ મુલાકાત કરી સંસ્થામાં ચાલતી દિવ્યાંગ બાળકોની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેવીકે દિવ્યાંગોને આરોગ્ય સેવા અને શૈક્ષણિક તાલીમ તથા તેના પૂર્નવસન અને જનજાગૃત્તિથી દિવ્યાંગતા અટકાવવા માટે તથા વાલીઓને તાલીમ આપવા માટેની સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવી રહી છે. સંસ્થામાં વિનામૂલ્યે ચાલતી મનો દિવ્યાંગ બાળકો માટેની વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાણકારી મેળવી હતી અને ત્યારબાદ તેઓએ તેમના પિતાની સ્વ.વરજાંગભાઈ ભગવાનભાઈ મોરીના ઉત્તરક્રિયા નિમિતે શાસ્ત્ર અનુસાર પિતૃના સ્મરણાર્થે આપવામાં આવતું દાન જરૂરિયાતમંદને આપવામાં આવે તો તે શ્રેષ્ઠ છે તે હેતુસર જીવનદીપ દિવ્યાંગ બાળકોની સંસ્થા કોડીનારમાં સવિતાબેન વરજાંગભાઈ મોરી, મનોજભાઈ મોરી તથા ભરતભાઈ મોરી અને મોરી પરિવાર તરફથી દેવોના દૂત એવા દિવ્યાંગ બાળકો માટે સ્વ.વરજાગબાપાના સ્મરણાર્થે સ્કુલ બસ સંસ્થાને દાન કરી અર્પણ કરવામાં આવી હતી જે બદલ સંસ્થા પરિવાર તરફથી આરીફભાઇ ચાવડાએ આભાર માન્યો હતો. ઈશ્વરની કૃપા હર હંમેશ સવિતાબેન મોરીના પરીવાર ઉપર રહે તેવી પ્રાર્થના કરી હતી.