દ્વારકાધીશનાં જગત મંદિરમાં તુલસી વિવાહોત્સવ ઉજવાયો

0

ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં ઉત્સવોનું વિશેષ મહત્વ છે તે મુજબ દેવતાઓની દિવાળીને દેવ દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. અષાઢ સુદ-૧૧ થી વિષ્ણુ ભગવાન શયનમાં જાય છે. સતત ચાર મહીના સુધી ભગવાન વિશ્રામ કરે છે. તેને હિન્દુ શાસ્ત્રોમાં ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. આ વિશ્રામ બાદ શ્રીજી કારતક સુદ-૧૧ના રોજ વિશ્રામમાંથી બહાર આવે છે. જેથી પુરાણોમાં આ દિવસને દેવઉઠી એકાશી તરીકે ઓળખવામાં આવે છે. દેવઉઠી એકાદશીનાં શુભદિને ભગવાન દ્વારકાધીશનાં જગત મંદિરમાં તલસી વિવાહ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ ગયેલ. તુલસી વિવાહ પ્રસંગે બેન્ડવાજાની સુરાવલીઓ સાથે વાજતે ગાજતે ભગવાનનાં નીકળેલા વરઘોડામાં મોટી સંખ્યામાં ભકતજનો જાેડાયા હતાં. આ અવસરને સફળ બનાવવા પુજારી આનંદભાઈ ઉપાધ્યાય પરીવાર દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી. જયારે મુખ્ય યજમાન આણંદ નિવાસી વિનોદભાઈ બાલુભાઈ પટેલ રહેલ હતાં.

error: Content is protected !!