જૂનાગઢ તાલુકાનાં વડાલ ગામે જુગારનાં અખાડા ઉપર પોલીસ ત્રાટકી : રપ ઝડપાયા

0

જૂનાગઢ તાલુકા પોલીસે ચોક્કસ બાતમીનાં આધારે વડાલ ગામે જુગાર અંગે દરોડો પાડતા રપ શખ્સોને ઝડપી લીધા છે. આ અંગે તાલુકા પોલીસે આપેલી વિગત અનુસાર, રાજેશભાઈ ઉર્ફે રાજુ રાણાભાઈ વઘેરા(ઉ.વ.૪૭) રહે.વડાલ ગામ, સરદારપરા, બુટડી વિસ્તાર વાળાએ વડાલ ગામે પોતાનાં કબ્જા હવાલા વાળા મકાનમાં આરોપી નં.ર થી રપનાઓને બહારથી બોલાવી ગંજીપત્તાનાં પાના તથા હાજર વરલીનાં બોર્ડ વડે હાજર વરલી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી પોતાનાં આર્થિક ફાયદા સારૂ નાલનાં પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવી નાલનાં રૂા.૧ર૭૦૦ તથા જુગાર રમતા ઈશમોને ચુકવવાનાં રૂા.૩પ૮૦૦ તથા હાજર વર્લીનાં બોર્ડ ઉપરનાં રૂા.૭૪૩૦૦નાં મળી કુલ રોકડા રૂા.૧,રર,૮૦૦ તથા ગંજીપત્તાનાં પાના નંગ-પર તથા હાજર વરલી રમવાનું આંકડા વાળુ બોર્ડ નંગ-૧, મોબાઈલ ફોન નંગ-૧૯ કિંમત રૂા.૧,૦૦,પ૦૦ તથા મોટરસાઈકલ નંગ-પ કિંમત રૂા.૧,૦પ,૦૦૦ મળી કુલ રૂા.૩,ર૮,૩૦૦નાં મુદ્દામાલ સાથે રેડ દરમ્યાન આરોપી નં.૧ થી રપને પોલીસે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ જુગાર ધારાની કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ ચલાવી રહી છે.

જૂનાગઢમાં જુગાર રમતી ૧૦ મહિલાઓને ઝડપી લેતી પોલીસ
જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીનાં આધારે વૃજ એપાર્ટમેન્ટનાં ચોથા માળે બ્લોક નં-ડી૧માં તીનપત્તી નામનો હારજીતનો જુગાર ચલાતો હોવાની બાતમીનાં આધારે રેડ કરતા ૧૦ મહિલાઓને નાલનાં રૂા.૧પ૦૦ મળી કુલ રૂા.૩ર,૪૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી કરી છે.

રેલ્વે સ્ટેશન નજીક જુગાર રમતા ઝડપાયા
જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ગઈકાલે રેલ્વે સ્ટેશન નજીકથી જાહેરમાં જુગાર રમતા ૩ શખ્સોને રૂા.૧,૬૭૦ની રોકડ સાથે ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!