જૂનાગઢ નજીક આવેલ ગરવા ગિરનારની ૩૬ કિમીની પરિક્રમા શરૂ થઈ ચુકી છે અને આ પરિક્રમા સાથે ભાવિકોની આસ્થા રહેલી છે અને દુર-દુરથી ભાવિકો સેવાનું પુનીત ભાથું બાંધવામાં આવે છે. દર વર્ષે યોજાતી પરિક્રમા અને શિવરાત્રી મેળામાં તંત્ર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવતી હોય છે કે, પ્લાસ્ટીકનો કચરો જયાં ત્યાં ન ફેંકવો અને જંગલ વિસ્તાર સ્વચ્છ રહે તે માટે પ્રયાસ કરવા પરંતુ તેમ છતાં ભવનાથ અને ગિરનાર ક્ષેત્રમાં પરિક્રમા અને શિવરાત્રીનાં મેળા દરમ્યાન લાખો ભાવિકો જયાં આવતા હોય છે ત્યાં પ્લાસ્ટીકનો કચરો, જબલા કે ખાદ્ય સામગ્રી જયાં ત્યાં વેરાયેલી જાેવા મળતી હોય છે અને સ્વચ્છતાનો સદંતર નાશ કરી નાખવામાં આવ્યો હોય તેવું વાતાવરણ જાેવા મળે છે. સોૈરાષ્ટ્ર ભૂમિનાં વાંચકો તેમજ આમ સમાજને ખાસ જાણકારી મળે તે હેતુથી અત્રે કચરાનાં ઢગલા અને પ્લાસ્ટીકનાં ઢગલા પડયા છે તેવા આ ફોટોગ્રાફ અત્રે પ્રજામાં લોક જાગૃતિ વધે તે માટે મુકવામાં આવેલ છે અને આ પરિક્રમા દરમ્યાન જંગલ વિસ્તારમાં આ કચરાનાં ગંજ ખડકાયા છે. હવે તમે જ નક્કી કરો કે પરિક્રમા પ્લાસ્ટીકની કે ધાર્મિક ? બીજી તરફ કેટલાક પ્રજાની લાગણી અને ભાવિકોની લાગણી સાથે ચેડા કરતા પ્રજાકીય પક્ષોનાં આગેવાનો ફુટી નીકડે છે.
પ્લાસ્ટીક મુકત અભિયાનનાં જંડા ફરકાવવામાં આવે છે ત્યારે તેનાં રાજકીય કાર્યકર્તાઓ અને જેઓએ સેવાકીય કામગીરી કરવી છે તેઓએ પોતાનું કાર્ય વિના પ્રસિધ્ધી વિના કર્યું હોય તો તેને સાચી માનવ સેવા કહી શકાય ભારત દેશની પ્રજા કે દુનિયા સુધરી જવાની નથી. લોકોને સાચા અર્થમાં જાે જાગૃત કરવા હોય તો સતત અભિયાન જારી કરવું પડે તેવી લોકોની લાગણી છે. અત્રે નોંધનીય છે કે, પ્રજાએ પણ પ્લાસ્ટીક મુકત પરિક્રમા થઈ નથી જતી તેનાં માટે દરેકે ભોગ આપવો પડે. પ્લાસ્ટીક ઉત્પાદન બંધ કરવા પડે તેના માટે સરકાર જ પ્રયત્ન ન કરતી હોય સેવા કરતી સંસ્થાની કામગીરી ઉપર પાણી ફરે છે.