જૂનાગઢ પરીક્રમા દમ્યાન પ્રજાનાં જાનમાલની જેનાં શિરે જવાબદારી છે તેવા પોલીસ વિભાગ દ્વારા અભેદ્ય સુરક્ષા કવચ ગોઠવવામાં આવેલ છે. જૂનાગઢનાં રેન્જ આઈજીપી મયંકસિંહ ચાવડનાં માર્ગદર્શન હેઠળ એસપી રવિતેજા વાસમશેટ્ટી દ્વારા પરીક્રમા દરમ્યાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આ પરીક્રમામાં ૮ ડીવાયએપી તેમજ ૧રપ પીઆઈ તથા પીએસઆઈ અને ૧ર૦૦ પોલીસ, જીઆરડી, હોમગાર્ડ તેમજ એસઆરપીની બે કંપની મળી કુલ રર૦૦થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે. અને પરીક્રમા રૂટ ઉપર ૪૦ જેટલી રાવટી ઉભી કરાય છે. જેમાં રાઉન્ડ ધ કલોક બંદોબસ્ત જાળવી રહયા છે. અને કોઈ અસામાજીકો કાંકરીચાળો ન કરે અને વન્ય સંપદાને નુકશાન ન કરે તે માટે ખાસ દેખરેખ રાખી રહયા છે. આ પરીક્રમામાં ડ્રોન અને બોડીવોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. અને ભવનાથ તળેટી સહિત વિસ્તારોમાં નેત્રમનાં સીસી ટીવી કેમેરાથી પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે. યાત્રીકોની સલામતીની સાથે કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે પણ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાર્થક કરી મદદરૂપ થઈ રહી છે.