ઝાંઝરડાની યુવતીનો મૃતદેહ મળી આવ્યો : મૃત્યુંનું કારણ અંકબંધ

0

જૂનાગઢનાં ઝાંઝરડા વિસ્તારમાં રહેતી એક યુવતી છેલ્લા ૩ દિવસથી રહસ્યમય સંજાેગોમાં ગુમ થઈ હતી અને તેની શોધખોળ કરવામાં આવી રહી હતી. આ દરમ્યાન ગુમ થયેલ આ યુવતીનો મૃતદેહ ૩ દિવસ બાદ હસ્નાપુર ડેમમાંથી મળી આવેલ છે. મૃત્યુંનું કારણ અંકબંધ રહ્યું છે અને તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે આપેલ વિગત અનુસાર, ઝાંઝરડા વિસ્તારમાં રહેતા એક પરિવારની યુવતી રહસ્યમય સંજાેગોમાં ગુમ થઈ હતી અને જેને લઈને ચકચાર જાગી ઉઠી હતી અને આ યુવતીની બહેનપણીએ યુવતી ડેમમાં પડી ગઈ હોવાનું જણાવ્યું હતું અને જેને લઈને શોધખોળ કરવામાં આવી હતી. ઝાંઝરડા વિસ્તારમાં રહેતા મિતલબેન હિતેશભાઈ મહેતાનાં નિવેદનનાં આધારે તાલુકા પોલીસ દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિશેષમાં મળતી વિગત અનુસાર, મિતલબેન મહેતાની દિકરી જાનવી તેની બહેનપણી સાથે હસ્નાપુર ડેમ ઉપર ગઈ હતી. ર નવેમ્બર બુધવારે બંને બહેનપણી નોબલ કોલેજમાં અભ્યાસ કરે છે અને બાલાજી હોસ્ટેલમાંથી હસ્નાપુર ડેમે બપોર ૧ર વાગ્યા પછી ગઈ હતી અને ૩ વાગ્યે જાનવી મહેતાએ ડેમમાં ઝંપાલાવ્યું હતું તેમ તેની બહેનપણી આસ્થાનું કહેવું હતું. આ ઘટનાક્રમ બાદ ફાયર વિભાગની ટીમ ૩ દિવસથી સતત શોધખોળ કરવામાં આવી હતી. આ દરમ્યાન મૃતક જાનવીબેન પ્રફુલભાઈ મહેતા(ઉ.વ.૧૮)નો મૃતદેહ મળી આવેલ છે અને તેમનું મૃત્યું કેવા સંજાેગોમાં થયું તે અંગે તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!