ગરવા ગિરનારની લીલી પરીક્રમાનો કારતક સુદ-૧૧ એટલે કે દેવદિવાળીનાં પાવન પર્વે મધ્યરાત્રીએ દિપ જયોત પ્રગટાવી શ્રીફળ વધારી અને જય ગિરનારીનાં નાદ સાથે મહંતશ્રી હરીગીરીજી મહારાજે સંતોની ઉપસ્થિતિમાં આ પરીક્રમાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. ગિરનારની આ પરીક્રમામાં આ વર્ષે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા છે. પરીક્રમા શરૂ થાય તે પહેલાં જ એક દિવસ વહેલી પરીક્રમા શરૂ થઈ હતી. અને અત્યાર સુધીમાં ૪ થી સાડા ચાર લાખ ભાવિકો પરીક્રમામાં ભાગ લઈ રહયા છે. આ પરીક્રમા દરમ્યાન આવનારા ભાવિકોની સુખ સુવિધા તેમજ તેમનાં માટે પ્રસાદની અને ભોજનની વ્યવસ્થા ધાર્મિક સ્થળો અને ઉતારા મંડળો દ્વારા કરવામાં આવી રહી છે. અને ઠેર ઠેર અન્નક્ષેત્રો ધમધમી
ઉઠયા છે.