ઓખા ગુગ્ગળી-૫૦૫ જ્ઞાતિ દ્વારા ઓખા શ્રી દ્વારકાધીશ મંદિરે અનેક મનોરથો થતા રહે છે. તા.૫ને કારતક સુદ-૧૨ શનિવારે ભવ્યાતિ ભવ્ય અન્નકૂટ મનોરથ દર્શન રાખવામાં આવેલ હતો. ઓખાની ધર્મ પ્રેમી જનતાએ આવા અલભ્ય દર્શનનો લાભ લીધો હતો. વિવિધ પ્રકારની લીલી શાકભાજી-કઠોળનાં શાક, મીઠાઈ, ફરસાણ, ૠતુ ફળો, શેરડી ઉપરાંત વિવિધ ખાદ્ય સામગ્રીનો અન્નકૂટ મનોરથનાં દર્શન કરીને વૈષ્ણવોએ ધન્યતા અનુભવી પુણ્યનું ભાથ્થું બાંધ્યું હતું. અન્નકૂટ મનોરથનાં આયોજન વખતે ગુગ્ગળી બ્રાહ્મણો અને વૈષ્ણવોએ ઠાકોરજીને લાડ લડાવ્યા હતા. ઓખામાં આવેલ શ્રી દ્વારકાધીશનાં મંદિરની સેવા-પૂજા વાયડા પરિવાર કરી રહ્યું છે. સવાર-સાંજ ભગવાનને ભોગ, આરતી, વસ્ત્ર પરિધાન, પુષ્પ શ્રૃંગાર વગેરે કરવામાં આવે છે. ઓખાનાં સેંકડો પરિવાર આ મંદિરે નિયમીત દર્શનનો લાભ લ્યે છે.