ઓખા સિંગ્નેચર બ્રીજ નિર્માણ કરતી કંપની એસ.પી. સીંગલા દ્વારા રકતદાન કેમ્પ યોજાયો

0

ઓખા ખાતે ચાલી રહેલા ઓખા બેટ દ્વારકાના સિંગ્નેચર બ્રિજની એસ.પી. સિંગલા કંપની દ્વારા મહારક્ત દાન કરવાના સેવાનું કાર્ય તેમની ઓખા ખાતે કંપનીમાં બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવેલ હતો. ખંભાળીયા સિવિલ બ્લડ બેંકમાં થેલેસેમિયાના દર્દી માટે બ્લડની શોર્ટેજ થઈ ત્યારે સિવિલ બ્લડ બેંકનો સંપર્ક એસ.પી.સિંગલા કંપની સાથે કરવામાં આવેલ હતો ત્યારે કોઈ જ વિચાર કર્યા વગર બ્લડ ડોનેશન કેમ્પની પરમિશન આપી હતી. ત્યારે ખૂબ બહોળી સંખ્યામાં બ્લડની બોટલ એકત્રિત કરી આપેલ હતી. જે સિંગ્નેચર બ્રિજ બને છે ત્યારે કંપનીમાં કામ કરતા કર્મચારી જે ઘર તથા પરિવારથી હજારો કિલોમીટર દૂર રહીને પણ આજે ખંભાળીયા સિવિલ બ્લડ બેંકને બ્લડની જરૂરિયાત ઉભી થાય ત્યારે કંપનીના કર્મચારીએ રક્તદાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. વધુમાં કંપનીના સાહેબ દ્વારા કહેવામાં આવેલ કે અમે ભલે ઘર તથા પરિવારથી દુર હોય પણ અમે અહીંયા એક ભારતીય નાગરિક તો છીએ જે રક્તદાન કરવાની અમારી પણ એક ફરજ છે. આ તકે ખંભાળીયા સિવિલ બ્લડ બેંકે પણ ઓખા બેટ દ્વારકાનો સિંગ્નેચર બ્રિજ બનાવતી એસ.પી.સિંગલા કંપનીનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ હતો. આ કેમ્પને સફળ બનાવવા માટે દવિંદર સિંઘ, સુનિલ શર્મા, રોહિત રંજન, રજનીશ કુમાર તેમજ તેમની ટીમે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!